________________
૪૬
શ્રાવક જીવન એ વાત વ્રત આપનાર ગુરુજનોએ વિચારવાની છે. સમ્યગદર્શન વગર અણુવ્રત પણ નહીં?
સભામાંથી જે જીવ સમકિત દ્રષ્ટિ ન હોય તેને શું અણુવ્રતો પણ ન આપવા જોઈએ ?
મહારાજશ્રી અણુવ્રત હોય. ગુણવ્રત હોય કે પછી શિક્ષાવ્રત હોય. આ વ્રતો વિશેષ ધર્મ છે. જે જીવમાં સમ્યગુ દર્શન ન હોય તેને આ વ્રતો ન આપવાં જોઈએ. પહેલો એ માણસને શ્રદ્ધાવાન એટલે કે સમકિતદ્રષ્ટિ કરવો જોઈએ.
એક વાત સમજી લેવી કે મનુષ્યની માન્યતાને બદલવી સરળ કામ નથી. થોડાક સમય માટે વ્રત આપવું સરળ કામ છે ! મનુષ્યને સમકિતદ્રષ્ટિ બનાવવાનું કામ એ માન્યતા બદલવાનું કામ છે ! એમાં મિથ્યા માન્યતાને દૂર કરીને સમ્યગુ માન્યતાને સ્થાપિત કરવાની હોય છે ! આ અતિ દુષ્કર કાર્ય છે. મૂખને બુદ્ધિમાન બનાવવો એ જેટલું દુષ્કર નથી હોતું એટલું દુષ્કર નાસ્તિકને આસ્તિક બનાવવાનું છે. રોગીને નીરોગી બનાવવો મુશ્કેલ નથી.
જે વ્યક્તિ સમકિતવૃષ્ટિ હોય તેને જ અણુવ્રત આપવાં જોઈએ, મિથ્યાવૃષ્ટિ મનુષ્યને આપવાં જોઈએ નહીં. જે આપે છે તેઓ લેનારનું હિત કરતા નથી પરંતુ અહિત કરે છે. લેનાર તો જાણતો નથી કે "હું મિથ્યાદ્રષ્ટિ છું એટલે મારે વ્રત ન લેવું જોઈએ. વ્રત આપનાર ગુરુજનોએ વિચારવાનો આ વિષય છે.
તમે લોકો આ વાત ગંભીરતાપૂર્વક વિચારશો તો આ વાત તમને પણ તર્કપૂર્ણ લાગશે. કેટલાંક ઉદાહરણો દ્વારા આ વાત સ્પષ્ટ કરવા માગું છું.
પ્રથમ ઉદાહરણ છે ખેડૂતનું. ખેતરમાં બીજ વાવતા પહેલાં તે જમીન સુયોગ્ય બનાવે છે; કાંટા દૂર કરે છે, જમીનને પોચી બનાવે છે, ખાતર નાખીને ઉપજાઉ બનાવે છે. પછી જ બીજ વાવે છે અને અનુકૂળ હવા-પાણીથી બીજને અંકુરિત કરે છે.
બીજું ઉદાહરણ છે ડૉકટરનું. ઑપરેશન પહેલાં તે દરદીને તપાસે છે. તેની શારીરિક શક્તિ અને જીવન શક્તિ જુએ છે. શરીરમાંથી બગડેલો ભાગ કાઢી નાખે છે અને નવો અંશ પ્રત્યારોપિત કરે છે...તો આ કાર્યમાં શરીરની યોગ્યતા જેવી પડે છે. યોગ્યતા જોયા સિવાય ઑપરેશન કરવા જાય તો કદાચ દરદી મટેબલ” . ઉપર જ મૃત્યુશરણ થાય.
ત્રીજું ઉદાહરણ મકાનનું છે. નવું મકાન બનાવવું હોય તો જમીનની યોગ્યતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org