________________
૧૩૬
શ્રાવક જીવન ચોરી પણ કરી બેસશો. ત્રીજી સાવધાની છે, જમીન ઉપર પડેલી કોઈની વસ્તુ ન લેવી. આ સારી આદત નથી. આ આદતથી કોઈક વાર માણસ દુઃખી થાય છે. મુંબઈની એક ઘટના છે.
એક ભાઈ ઝવેરી-બજારમાંથી પસાર થતા હતા. તેમની આગળ બે યુવાનો જતા હતા. તેમણે જાણી જોઈને સોનાની વીંટી જમીન ઉપર નાખી દીધી! પાછળ ચાલતા પેલા ભાઈએ જેવી વીંટી હાથમાં લીધી તો પેલા બંને જણાએ તેમને ગળામાંથી પકડ્યા; મારપીટ શરૂ કરી દીધી. તેના હાથમાંથી બેગ પડાવી લીધી અને બે જણા. ભીડમાં અદ્ગશ્ય થઈ ગયા. ચોરીનું નુકસાન ઃ
આમ તો ચોરીથી અનેક નુકસાન થાય છે, એટલે તો જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે ચોરી ન કરવી જોઈએ. ૧. નાની-મોટી ચોરી કરનાર અવિશ્વસનીય બની જાય છે. તેના ઉપર કોઈ
વિશ્વાસ કરતું નથી. ચોરી કરવી છોડી દીધી હોય તો પણ તે વિશ્વાસપાત્ર નથી રહેતો.
અમે લોકો એક ગામમાં ગયા. ગામની ચાર-પાંચ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ મારી સામે બેઠી હતી. એક છોકરો પણ ત્યાં ઊભો હતો. થોડીક વાર સુધી અમારી વાતો ચાલી, પણ જતી વખતે એ વ્યક્તિઓમાંથી એક જણાએ મને કાનમાં કહ્યું : “આ છોકરાથી સંભાળજો, તેને વસ્તુ ઉઠાવી જવાની ટેવ છે.” પછી જ્યારે જ્યારે જ્યારે એ છોકરાને હું જોતો ત્યારે "આ ચોર છે” એવો વિચાર આવતો હતો ! જો કે એ છોકરાની આદત સુધરી ગઈ હતી, પરંતુ પહેલાં અનેક વાર ચોરીઓ કરવાથી તે અવિશ્વસનીય થઈ ગયા હતો. ૨. ચોરી કરનારો માણસ સદૈવ ભયભીત રહે છે. તેને હંમેશાં ભય સતાવે છે.
ભયભીતને શાંતિ હોતી નથી. સુખનાં અનેક સાધનો હોવા છતાં પણ તે સુખ
અનુભવથી વંચિત રહે છે. ૩. ચોરનું પારિવારિક જીવન દુખમય હોય છે. પરિવાર સારો હોવા છતાં પણ
તેને અસંતોષ સતાવે છે. પરિવાર સાથે ચોરનો સંબંધ પણ વધારે રહેતો નથી.
મોટા ભાગનો સમય તે પરિવારથી છેટો રહે છે. ૪. સજ્જનો સાથે ચોરનો સંબંધ કપાઈ જાય છે. વ્યસની અને દુર્જન લોકો સાથે
સંબંધ બંધાઈ જાય છે. આથી અનેક દુર્ગુણો તેનામાં પ્રવેશી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org