________________
૧૩પ
ભાગ - ૧ હું માલ લઈ જઈશ.”
વેપારી તો ચાલ્યો ગયો, થોડાક દિવસો વીત્યા. પરંતુ પેલો વેપારી માલ લેવા પાછો આવ્યો નહીં. આ બાજુ મીઠાના ભાવ વધવા લાગ્યા! જે વેપારીઓ પાસે મીઠાનો સ્ટોક હતો તેઓ ઘણા પૈસા કમાયા. કૃષ્ણપાંતી ચૌધરીએ પણ મીઠું વેચીને સારો નફો મેળવ્યો. પરંતુ વેપારીને વેચેલું મીઠું તેમણે વેચ્યું નહીં.
એક વર્ષ વિતી ગયું, મીઠાનો ભાવ પણ વધ્યો હતો ત્યારે પેલા વેપારીનું મીઠું વેચીને જે રૂપિયા મળ્યા તે તેના નામે જમા કરી દીધા.
એક દિવસે પેલો વેપારી આવ્યો, તો કૃષ્ણપાંતી ચૌધરીએ નફાની રકમ તેને આપી દીધી. એ વેપારી તો ચૌધરીની પ્રામાણિકતા જોઈને દંગ થઈ ગયો અને ખૂબ પ્રશંસા કરીને ચાલ્યો ગયો.
હવે તમે લોકો વિચાર કરો. સભામાંથી અમે તો એ વેપારીને એક પૈસો પણ ન આપત.
મહારાજશ્રી : કેમ? પૈસાનો લોભ વધી ગયો છે ? લોભી મનુષ્ય કયું પાપ નથી કરતો? ચોરી કરવાની તક મળવી જોઈએ; લોભી ચોરી કરશે જ. બેઈમાની કરશે જ. લોભી અન્યાય-અનીતિ કરશે જ, દગાબાજી પણ કરશે જ. '
એટલા માટે અણુવ્રતધારીને નિર્લોભી-સંતોષી થવાનો ઉપદેશ આપવામાં આવે છે. લોભી વ્યક્તિ પ્રાયઃ અણુવ્રતોનું પાલન કરી શકતો નથી. ચોરીથી બચવા કેટલીક સાવધાનીઓ :
ત્રીજા અણુવ્રતનું યોગ્ય પાલન કરવા માટે જે રીતે નિર્લોભી બનવાનું છે તેમ બીજી પણ સાવધાનીઓ રાખવાની છે. પ્રથમ સાવધાની છે કોઈની પણ વસ્તુ વગર પૂછયે ન લેવી.
વગર પૂજ્ય બીજાની વસ્તુ લેવાથી કોઈક વાર મન દગો દઈ શકે છે. પહેલાં ચોરી કરવાનો આશય ન હોય, પરંતુ પાછળથી ચોરી કરવાની વૃત્તિ પેદા થઈ શકે છે. અથવા વગર પૂછ્યું બીજાની વસ્તુ લેવાથી ચોરીનો આરોપ પણ આવી શકે છે. એટલા માટે જે વસ્તુ લેવાની હોય તે વસ્તુના માલિકને પૂછીને જ લો.
બીજી સાવધાની છે ચોરો સાથે મૈત્રી ન રાખવી. ભલે ચોર ઉદાર હોય, પરોપકારી હોય....ગમે તેવો હોય, પણ તેની સાથે દોસ્તી ન રાખવી જોઈએ. ચોરની વાતો સાંભળીને કોઈક વાર મનને ચોરી કરવી સારી લાગશે અને અવસર મળતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org