________________
૨૪
શ્રાવક જીવન
સમજવું અતિ આવશ્યક છે. પ્રથમ વાત તો એ છે કે ‘જિન’ વ્યક્તિ-વિશેષનું નામ નથી, તે ગુણવાચી નામ છે. બીજી વાત, જિન’ શબ્દનો અર્થ છે વિજેતા. જે મહાપુરુષ પોતાની અંદરના શત્રુ-રાગદ્વેષ (કામ, ક્રોધ, લોભ, મદ, માન, હર્ષ) ને પૂર્ણતયા પરાજિત કરે છે, હરાવી દે છે, નષ્ટ કરી દે છે તે "જિન” કહેવાય છે. તેમનામાં રાગદ્વેષનું નામ નિશાન રહેતું નથી. ભવિષ્યમાં પણ કદી એમનો આત્મા રાગી યા દ્વેષી નહીં બને. અનંતકાળ વ્યતીત થવા છતાં પણ નહીં બને. સર્વકાળ એ ‘જિન’ બની રહેશે.
આ ‘જિન’ બે પ્રકારના હોય છે. એક પ્રકાર છે તીર્થંકરોનો અને બીજો પ્રકાર છે સામાન્ય કેવળજ્ઞાનીઓનો. સર્વ તીર્થંકરો જિન હોય છે, એટલે કે રાગદ્વેષના વિજેતા હોય છે. આમ તો જે તીર્થંકર નથી બનતા તે બધા કેવળજ્ઞાની (પૂર્ણજ્ઞાની) પણ જિન હોય છે. અર્થાત્ રાગદ્વેષ-મુક્ત હોય છે.
જે તીર્થંકર હોય છે તે બધા "જિન” હોય છે, પરંતુ જેટલા "જિન” હોય છે તે તમામ તીર્થંકર નથી હોતા, આ વાત સ્પષ્ટતાથી સમજી લેવી.
એક કાલચક્રમાં (એક ઉત્સર્પિણી + એક અવસર્પિણી) માત્ર તીર્થંકરો ૪૮ જ હોય છે; જ્યારે “જિન” તો અસંખ્ય આત્માઓ હોય છે. જેઓ "જિન” બને છે તેઓ નિવણિ પામે છે. તેમને નથી તો જન્મ લેવો પડતો કે નથી મરવું પડતું. તેઓ નિણિ પછી અશરીરી (શરીર રહિત) જ રહે છે. આત્મા પોતાના મૂળ સ્વરૂપે અવસ્થિત રહે છે. શાસ્ત્રોમાં જેને "સિદ્ધશિલા” કહે છે ત્યાં આવા અનંત વિશુદ્ધ આત્માઓ રહે છે.
"જિન" ને "વીતરાગ પણ કહેવાય છે, જિનેશ્વર પણ કહેવાય છે, અને “અરિહંત” પણ કહે છે. આ બધા શબ્દોનો અર્થ એક જ છે. આવા જિન નિઃસ્વાર્થી યથાર્થવાદી હોય છે. અને જે નિઃસ્વાર્થી હોય છે તેઓ જ સાચા પરહિતકારી હોય છે. જેને પોતાનો સ્વાર્થ સાધવાનો હોય છે તેઓ પરહિત કરી શકતા નથી. પરહિત કરવા કદીક જશે તો પણ એમાંય પોતાના સ્વાર્થોની સાધના તો રહેવાની જ.
"જિન" ને તો કોઈ એકાદ પણ સ્વાર્થ હોતો નથી. તેઓ જે કંઈ ઉપદેશ આપે છે તે જીવોના હિતાર્થે જ આપે છે; સુખ માટે આપે છે, કુશળતા માટે આપે છે.આવા જિન-જિનેશ્વર આપણા આરાધ્ય પરમાત્મા છે. તે જ આપણા ઉપાસ્ય અને વિશ્વસનીય છે. તેમના હરેક ઉપદેશને આપણે શંકા વગર માનવો જોઈએ. તેમણે જે કંઈ કહ્યું છે તે આપણા સર્વના હિત માટે, કલ્યાણ માટે કહ્યું છે. સમગ્ર જીવસૃષ્ટિ પ્રત્યે તેમની પરમ કરુણા હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org