________________
ભાગ - ૧
૨૫ સભામાંથી ? આજ આવા “જિન” શું આપણા દેશમાં યા તો વિશ્વમાં ક્યાંય છે ખરા ?
મહારાજશ્રી આપણા દેશમાં ય નથી અને વિદેશમાં ય નથી. હા, ધર્મશાસ્ત્રોમાં આવા એક પ્રદેશનું નામ તથા વર્ણન આવે છે. જેને "મહાવિદેહ ક્ષેત્ર” કહે છે. ત્યાં એવા "જિન” વર્તમાનમાં પણ છે. વીસ તીર્થંકરો હજુ ત્યાં છે, પરંતુ આપણે ત્યાં જઈ શકતા નથી. નથી પદયાત્રાથી જઈ શકતા, નથી કારથી, નથી હવાઈ જહાજથી ત્યાં જઈ શકતા.
આપણા દેશમાં બે હજાર વર્ષ પૂર્વે અંતિમ "જિન” થયા જંબૂસ્વામી! તે શ્રમણ ભગવાન મહાવીરના પ્રશિષ્ય હતા. ભગવાન મહાવીરના શિષ્ય હતા સુધમાં સ્વામી અને તેમના શિષ્ય હતા જંબૂસ્વામી. જંબૂસ્વામીના નિવણિ બાદ કોઈ પણ આત્મા અહીં – આ દેશમાં “જિન” નથી બન્યો. અને હજારો વર્ષો સુધી કોઈ બનશે નહીં.
આ વાત પણ જિનેશ્વરોએ જ કહી છે. મેં ધર્મશાસ્ત્રોમાં વાંચી છે અને તમને જણાવું છું. જિનેશ્વરોની વાત આપણે માનવી જ જોઈએ, કારણ કે એ પરમ હિતકારી હોય છે. તેમની વાતો ઉપર વિશ્વાસ નહીં કરીએ તો પછી કોની વાતો ઉપર કરીશું? પરમ હિતકારી અને પરમ સુખકારી પ્રત્યે પૂર્ણ શ્રદ્ધાથી નતમસ્તક થવું જોઈએ. અને નિઃશંક બનીને તેમના માર્ગનું અનુસરણ કરવું જોઈએ.
આ ગ્રંથમાં આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ જે કંઈ લખ્યું છે તે બધું જિનેશ્વર-કથિત જ છે. આચાર્યદિવ જિનેશ્વર-શાસનને સંપૂર્ણ સમર્પિત મહાપુરુષ હતા. આથી તેઓ પણ એટલા જ શ્રદ્ધેય છે, જેટલા જિનેશ્વર ભગવંત ! જિનેશ્વરશાસનની અવિચ્છિન્ન પરંપરામાં, પ્રાયઃ કોઈ પણ વ્યક્તિ જિન-વચનથી વિપરીત જઈ શકતી નથી. હરક્ષેત્રમાં યોગ્યતા અપેક્ષિતઃ
જિનેશ્વર ભગવંતોએ વિશેષ ધર્મના સ્વીકાર એવં પાલન માટે યોગ્યતાની આવશ્યકતા જણાવી છે. સંસારના પ્રત્યેક ક્ષેત્રમાં યોગ્યતાને મહત્ત્વ આપ્યું જ છે ને? તમારે સ્કૂલ-કોલેજમાં અધ્યાપક બનવું છે. ન્યાયાલયમાં વકીલાત કરવી છે, તમારે ડૉકટર બનીને રોગી લોકોના ઉપચાર કરવા છે. તમારે સરકારી કાર્યાલયોમાં નોકરી કરવી છે. તો તમારે તમારી યોગ્યતા પ્રાપ્ત કરવી જ પડે છે. તે તે કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરવા માટે યોગ્યતા પ્રાપ્ત કરવી અનિવાર્ય છે.
જે ક્ષેત્રમાં જે કાર્ય કરવું હોય અને તે ક્ષતિ વગર કરવું હોય તો યોગ્યતા જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org