________________
૨૬
શ્રાવક જીવન જ. એટલા માટે જ આપણે આપણાં કાર્યો માટે યોગ્ય વ્યક્તિની શોધ કરીએ છીએ. શરીરમાં રોગ થાય છે તો તે રોગના નિષ્ણાત ડોકટર પાસે જ જઈએ છીએ ને સંસાર-વ્યવહારોમાં કોઈ ગૂંચ ઊભી થાય છે, તો કોઈ સારા વકીલ પાસે જ જઈએ છીએ ને? અરે, છોકરાને ટ્યૂશન લેવું હોય તો પણ સુયોગ્ય શિક્ષક શોધીએ છીએ. અને સ્ત્રીઓને વાસણ માંજનાર નોકરની જરૂર હોય તો પણ સુયોગ્ય-પ્રામાણિક નોકર શોધવામાં આવે છે. તો શું આત્માની વિશુદ્ધિ કરનાર ધર્મ સ્વીકારવાનો હોય તો સ્વીકારનાર વ્યક્તિ સુયોગ્ય ન જોઈએ ? વિશેષ ધર્મનું પાલન કરવા માટે યોગ્યતા હોવી જોઈએ.
ગુજરાતનો રાજા કુમારપાળ (વિક્રમની બારમી-તેરમી શતાબ્દી) એવો સુયોગ્ય મહાપુરુષ હતો. કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રસૂરીશ્વરજીએ તેનામાં વિશેષ ધર્મની યોગ્યતા જોઈ હતી.
એકશિલા નગરીમાં નરવીરનું મૃત્યુ થયું. નરવીરનો આત્મા સૌરાષ્ટ્રના "દધિસ્થલી” ગામનાં રાજા ત્રિભુવનપાળની રાણી કાશમીરાદેવીને પેટે ગર્ભરૂપે અવતરિત થયો. તેનો જન્મ થયો ત્યારે તેનું નામ કુમારપાળ રાખવામાં આવ્યું. આ કુમારપાળ અને આચાર્યદિવ હેમચંદ્રસૂરીશ્વરજીનો ઓજસ્વી, તેજસ્વી અને સુવર્ણ-ઇતિહાસ લખવામાં આવ્યો છે. આ ઇતિહાસ અતિશય પ્રેરણાદાયી અને રોમાંચક છે. આ ઇતિહાસ લખ્યો છે આચાર્યશ્રી જયસિંહસૂરિજીએ. તેને સંસ્કૃત ભાષામાં મહાકાવ્ય સ્વરૂપે લખવામાં આવ્યો છે. ચાવડા વંશ અને ચૌલુક્ય વંશ:
આ ચાતુર્માસિની દૈનિક પ્રવચન-ધારામાં આ ઇતિહાસ તમને સંભળાવીશ. આજે એ ઈતિહાસની પૂર્વભૂમિકા જ બતાવીશ. તમે ધ્યાનથી, એકાગ્ર મનથી સાંભળો.
વિ.સ. ૮૦૨ માં “ચાવડા વંશ' ના પરાક્રમી રાજા વનરાજે અણહિલપુર પાટણ વસાવ્યું. વનરાજ, આચાર્યદિવ શ્રી શીલગુણસૂરિજીથી પ્રભાવિત હતો અને ઉપકૃત. પણ હતો. તે આચાર્યદિવને ગુરુ માનતો હતો.
આચાદિવની પ્રેરણાથી તેણે પાટણમાં ભવ્ય જિનમંદિરનું નિમણિ કરાવ્યું અને આચાદિવના કરકમળોથી પ્રભુપ્રતિષ્ઠા કરાવી. .
પચાસ વર્ષની ઉંમરે વનરાજ રાજા બન્યો હતો અને તેણે સાઠ વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. એકસો દશ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સ્વર્ગવાસી થયો હતો. તેની પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org