________________
ભાગ - ૧ રાજા યોગરાજે ૩૫ વર્ષ રાજ્ય કર્યું. ક્ષેમરાજે ૨૫ વર્ષ રાજ્ય કર્યું. ભૂવડરાજે ૨૯ વર્ષ. વૈરસિંહે ૨૫ વર્ષ, રત્નાદિત્યે ૧૫ વર્ષ અને સામન્તસિંહે ૭ વર્ષ રાજ્ય કર્યું. આ રીતે ગુજરાતમાં ચાવડાવંશનું રાજ્ય ૧૯૬ વર્ષ રહ્યું. સામન્તસિંહના અવસાન સાથે ચાવડા વંશનો અંત આવી ગયો. તે પછી ચૌલુક્ય વંશનો પ્રારંભ થયો.
રાજા સામન્તસિંહની બહેનનું નામ હતું લીલાવતી. લીલાવતાના લગ્ન “રાજ નામે રાજાની સાથે થયાં હતાં. લીલાવતીએ એક પુત્રને જન્મ આપ્યો; તેનો જન્મ મૂળ નક્ષત્ર'માં થયો હતો એથી તેનું નામ મૂળરાજ પાડવામાં આવ્યું. મૂળરાજ રાજા સામંતસિંહની પાસે રહેતો હતો. સામંતસિંહને મદ્યપાન કરવાનું વ્યસન હતું. એક વાર જ્યારે તે નશામાં હતો ત્યારે તેણે મૂળરાજને ગાદીએ બેસાડી દીધો. પરંતુ
જ્યારે નશો ઊતરી ગયો ત્યારે તેણે ભાણેજને રાજસિંહાસન ઉપરથી ઉઠાડી મૂક્યો. આવું એક વાર નહીં, પરંતુ બે વાર સામંતસિંહે કર્યું. આથી મૂળરાજને ગુસ્સો આવ્યો અને તેણે સામંતસિંહને મારી નાખ્યો અને પોતે ગુજરાતનો રાજા બની ગયો.
મૂળરાજ ચૌલુક્ય વંશનો હતો. તેની પછી ચામુંડરાજ, વલ્લભરાજ, દુર્લભરાજ અને ભીમદેવ નામે ક્રમશઃ રાજાઓ બન્યા. ભીમદેવને બે પુત્રો હતા. એક ક્ષેમરાજ અને બીજો ક. કુમારપાળનો જન્મ :
ભીમદેવના મૃત્યુ પછી કર્ણ ગુજરાતનો રાજા બને છે. ક્ષેમરાજ સ્વેચ્છાથી પોતાનો રાજ્યાધિકાર નાના ભાઈ કર્ણને આપી દે છે. રાજા કર્ણ ક્ષેમરાજના પુત્ર દેવપ્રસાદને “દધિસ્થલ” નું રાજ્ય આપે છે. દેવપ્રસાદને એક પુત્રરત્ન પ્રાપ્ત થાય છે અને તેનું નામ ત્રિભુવનપાલ રાખવામાં આવે છે.
ભીમદેવથી ત્રિભુવનપાળ સુધીનો ઇતિહાસ આચાર્યદવ મેરૂતુંગસૂરિજીએ "પ્રબંધચિંતામણિ” માં બીજી પદ્ધતિથી બતાવ્યો છે. ઇતિહાસમાં આવા મતમતાન્તરો આવે છે.
જે સમયે રાજા ભીમદેવ રાજ્ય કરતો હતો તે સમયે રાજધાની પાટણમાં "ચૌલાદેવી” નામે એક વારાંગના રહેતી હતી. જેવું અદ્ભુત એનું રૂપ હતું એવા જ અભુત તેના ગુણ હતા. વારાંગના હોવા છતાં પણ તે ધર્મ-મર્યાદિાનું એટલું સુંદર પાલન કરતી હતી કે પતિવ્રતા સ્ત્રી પણ કદાચ એટલું પાલન ન કરી શકે. ચૌલાદેવીની આ પ્રશંસા રાજા ભીમદેવે કણોપકર્ણ સાંભળી. ભીમદેવને આશ્ચર્ય થયું. "એક વારાંગનામાં આટલા ગુણ હોઈ શકે ? મારે પરીક્ષા કરવી જોઈએ.” આવો વિચાર કરીને ભીમદેવે પોતાના એક વિશ્વાસુ અનુચર સાથે સવા લાખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org