________________
પ્રવચન : ૧૦
૫૨મ કૃપાળુ મહાન શ્રુતધર આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી સ્વરચિત "ધર્મબિંદુ” ગ્રંથમાં તેના ત્રીજા અધ્યાયમાં ગૃહસ્થનો વિશેષ ધર્મ બતાવે છે.
બાર વ્રતમય વિશેષ ધર્મ સ્વીકાર કરવાનો ભાવોલ્લાસ પ્રકટ થતાં તમે શુભ મુહૂર્તો વ્રત ગ્રહણ કરજો. વ્રત ગ્રહણને દિવસે યા તો આગળના દિવસે તમારે પરમાત્માની પુષ્પ, ધૂપ, વિલેપન આદિ ઉત્તમ દ્રવ્યોથી પૂજા કરવી જોઈએ. વસ્ત્ર, પાત્ર, ઔષધાદિ દ્વારા ગુરુદેવની ભક્તિ કરવી જોઈએ. ભોજન, વસ્ત્રાદિથી સાધર્મિકોની સેવા કરવી જોઈએ. સ્વજનોને પણ પરિતૃપ્ત કરવાં જોઈએ. દીન, અનાથ, દરિદ્ર લોકોને ઉચિત દાન આપવું જોઈએ.
આ બધું તમારે સ્વશક્તિ અનુસાર ક૨વાનું છે. સૌને ગૌરવ આપીને કરવાનું છે. એટલે કે કોઈનાય મનમાં દુઃખ થાય એ રીતે કરવાનું નથી. સૌનાં મન પ્રસન્ન કરીને જ કરવાનું છે. આપણી આસપાસ રહેનારાઓની ચિત્ત - પ્રસન્નતા યથાસંભવ જાળવી રાખવાથી આપણી પણ ચિત્ત-પ્રસન્નતા સચવાઈ રહે છે. આનાથી ધર્મ આરાધનામાં મન જોડાય છે. શુભ ભાવોની ધારા વહે છે. બીજા લોકોનાં મનમાં ધર્મ પ્રત્યે ઉપાદેયભાવ ઉત્પન્ન થાય છે, અને તેમના મનમાં પણ વ્રતમય વિશેષ ધર્મ ગ્રહણ કરવાની શુભ ભાવના ઉત્પન્ન થાય છે.
ધર્મક્ષેત્રમાં એકાંગિતા :
સભામાંથી ; આવા પ્રસંગે પરમાત્મપૂજા અને ગુરુપૂજા તો કરીએ છીએ પરંતુ પ્રાયઃ સ્વજનો પ્રતિ દુર્લક્ષ્ય થઇ જાય છે. દીન, અનાથ, રોગી તો યાદ જ આવતાં નથી !
મહારાજશ્રી : કદાચ તમને લોકોને ખબર નહીં હોય કે આવા વિશિષ્ટ ધાર્મિક પ્રસંગો ઉપર આ બધું કરવાની જિનાજ્ઞા છે. જિનાજ્ઞા સર્વાંગી હોય છે. જે લોકો સર્વાંગી જિનાજ્ઞાને સમજતા નથી તે એકાંગી બની જાય છે. અહીં, આ ગ્રંથમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે સ્વજન, દીન, અનાથ વગેરેની યોગ્ય સેવા કરવી જોઈએ.
સભામાંથી : સ્વામિવાત્સલ્ય કરીએ છીએ ને ?
મહારાજશ્રી : સ્વામિવાત્સલ્યમાં શું તમે દીન, અનાથ, રોગી વગેરેને ભોજન કરાવો છો ? ભોજન કરાવવું તો દૂર રહ્યું; પરંતુ આવી ચડે તો ધક્કા મારીને બહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org