________________
ભાગ - ૧ છે. અજ્ઞાન પ્રજામાં, નિરક્ષર પ્રજામાં એ સમયે એક "પંથ" કાઢી દીધો! પંથ કાઢવો એ ખૂબ સરળ વાત છે. જેમ કે ભારતમાં કેટલા રાજકીય પંથો નીકળ્યા છે? કેટલી પાર્ટીઓ? કેવી રીતે?
પરમાત્મા તીર્થંકરદેવ ભલેને બચપણમાં હોય. યુવાવસ્થામાં હોય યા મોટી ઉંમરમાં હોય – કોઈ પણ અવસ્થામાં હોય, તેમની પ્રત્યેક પ્રવૃત્તિ દોષરહિત હોય છે, સવગસુંદર હોય છે.
બીજી મહત્ત્વપૂર્ણ વાત છે – સાક્ષીભાવની. સાધુપુરુષો માટે વૈશ્વિક વાતોમાં સાક્ષીભાવ જ અપેક્ષિત હોય છે. માત્ર જ્ઞાતાભાવ, માત્ર દ્રષ્ટાભાવ રહેવો જોઈએ. ગૃહસ્થને અણુવ્રતાદિમય ગૃહસ્થધર્મ પ્રદાન કરવામાં પણ જ્યારે સાક્ષીભાવ રાખવાનો કહ્યો છે તો પછી બીજી સામાજિક વાતોમાં તો સારી રીતે સાક્ષીભાવ રહેવો જોઈએ. પાપમય પ્રવૃત્તિમાં ખાસ કરીને સાક્ષીભાવ રહેવો જોઈએ.
આટલી સાવધાનીપૂર્વક વર્તતા ગુરુજનોએ વિધિપૂર્વક વ્રત પ્રદાન કરવું જોઈએ. વ્રત પ્રદાનમાં વિધિની વ્યાપકતા :
વ્રત લેવું અને આપવું એ મહત્ત્વપૂર્ણ ક્રિયા છે. વિધિપૂર્વક વ્રત લેવામાં આવે છે તો વ્રત લેનારને વ્રતપાલનમાં શક્તિ પ્રાપ્ત થાય છે. વિધિપૂર્વક વ્રત ગ્રહણ કરવાથી વ્રતપાલનમાં દ્રઢતા પ્રાપ્ત થાય છે. અને આ જ તો ઉદેશ્ય છે વ્રત લેવાનો. વ્રતો ગ્રહણ કરીને તે વ્રતોનું દ્રઢતાથી પાલન કરવાથી આત્મા પાપમુક્ત, વિશુદ્ધ બને છે. ક્રમશઃ મહાવ્રતમય જીવન બનાવવાની ભાવના જાગે છે, શક્તિ પ્રગટ થાય
ગ્રંથકાર મહર્ષિએ "વિધિ”ની અંતર્ગત પાંચ વાતો બતાવી છે.
योगवन्दननिमित्तदिगाकारशुद्धिरिति ॥ * પહેલી હોવી જોઈએ યોગશુદ્ધિ. * બીજી હોવી જોઈએ વંદનશુદ્ધિ. * ત્રીજી હોવી જોઈએ નિમિત્તશુદ્ધિ. * ચોથી હોવી જોઈએ દિશાશુદ્ધિ, અને * પાંચમી હોવી જોઈએ આકારશુદ્ધિ "વિધિમાં કોઈ એક વાત હોતી નથી, પાંચ-પાંચ વાતો હોય છે. પાપોથી મુક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org