________________
ભાગ
-
૧
૧૮૭
મહારાજશ્રી : ઉપચારના રૂપે હસવું પડે તો ભલે હસો ! પરંતુ વાતવાતમાં જોરજોરથી હસવાની આદત વ્રતધારીને શોભાસ્પદ નથી. વ્રતધારીનું વ્યક્તિત્વ મહાન હોય છે. જોર જોરથી અટ્ટહાસ્ય કરવાથી વ્યક્તિત્વ નિમ્ન કોટિનું થઈ જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે હાસ્ય પ્રસંગને અનુરૂપ હોવું જોઈએ. હસવા જેવી વાત હોય અને તમે ગંભીર રહો, તમારા મુખ ઉપર સ્મિત પણ આવવા દેતા ન હો, તો સારું લાગતું નથી. અને જ્યાં હસવા જેવી કોઈ વાત ન હોય ત્યાં તમે હસો તો પણ સારું નથી લાગતું.
હસતા હોવા છતાં પણ તમારી ગંભીરતા અક્ષુણ્ણ રહેવી જોઈએ. તમારું હાસ્ય પણ ગંભીર હોવું જોઈએ. વ્રતધારીનું હાસ્ય તેના વ્રતમય જીવનની ઉદાત્તતાનું પરિચાયક હોવું જોઈએ.
વિકારોત્પાદક વાણી ન બોલો :
જેવી રીતે જોર જોરથી હસવું ન જોઈએ, એ રીતે અસભ્ય અને વિકારજનક શબ્દો પણ ન બોલવા જોઈએ. વ્રતધારીએ એવી વાતો ન કરવી જોઈએ કે જેથી બીજાંનાં મન વિષય વાસનાથી ઉત્તેજિત થઈ જાય, બીજાંની ઈન્દ્રિયો પોતપોતાના વિષય મેળવવા તત્પર થઈ જાય. જો વ્રતધારી શ્રાવક વિકારોત્પાદક વાણી બોલે તો તેના વ્રતને અતિચાર લાગે છે. વિકારજનક શબ્દોચ્ચારણ અનર્થદંડ છે.
એટલે કે વ્રતધારી શ્રાવકનો વાર્તાલાપ રાગદ્વેષની ઉત્તેજનાથી મુક્ત રહેવો જોઈએ. એનો વાતિલાપ તો રાગદ્વેષને ઉપશાંત કરનારો હોવો જોઈએ. શાન્તિ, સમતા અને પ્રસન્નતાનાં પુષ્પો ખીલે છે, વ્રતધારીની વાણી-વારની વર્ષોથી.
કહેવાનું તાત્પર્ય એ છે કે વ્રતધારી શ્રાવકે નિષ્પ્રયોજન, નિરર્થક બોલવું જ ન જોઈએ. સત્ય, પ્રિય અને હિતકારી વચન જ તેણે બોલવાં જોઈએ.
કેટલીક સાવધાનીઓ :
અનર્થદંડ વિરમણ વ્રતનું પાલન સારી રીતે કરવા માટે કેટલીક સાવધાનીઓ રાખવી પડે છે; નહીંતર વ્રતને દોષ-અતિચાર લાગે છે; અને વ્રત નિઃસાર બની જાય છે. અહીં આજે એ સાવધાનીઓ સંક્ષેપમાં રજૂ કરીને પ્રવચન પૂર્ણ કરીશ.
પ્રથમ સાવધાની છે આર્તધ્યાન ન ફરવાની, પ્રિય-અપ્રિયના સંયોગ-વિયોગના વિચારોમાં ગૂંચવાવું નહીં.
બીજી સાવધાની છે રોગ-વ્યાધિ આવતાં અભક્ષ્ય ખાવું નહીં અને મિથ્યાત્વી દેવ-દેવીઓને શરણે જવું નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org