________________
૩૯
સોમચંદ્ર મુનિની ઇચ્છા હતી કાશ્મીર જઈને દેવી સરસ્વતીની આરાધના કરવાની, પરંતુ એ ઈચ્છા પણ તેમણે ગુરુદેવને અધીન કરી દીધી હતી. ગુરુદેવે એ અંગે પણ ગંભીરતાથી વિચાર્યું; જ્યારે તેમને સફળતાનો સંકેત મળ્યો ત્યારે તેમણે કાશ્મી૨ જઈને દેવી સરસ્વતીની આરાધના કરવાની અનુમતિ આપી. સાથી મુનિવરો સહિત સોમચંદ્ર મુનિએ શુભ મુહૂર્તે પ્રસ્થાન પણ કરી લીધું.
ભાગ ૧
-
પ્રથમ જ મુકામ હતો; "ઉજ્જયન્તાવતાર” નામે ચૈત્યમાં રાત્રિના સમયે સોમચંદ્ર મુનિએ માંત્રિક સ્નાન કરીને સરસ્વતીનું ધ્યાન આરંભ્યું અને ધ્યાનલીન થઈ ગયા. સરસ્વતીનું વરદાન પામવાની તમન્ના હતી ને ! કાશ્મીર તો જ્યારે પહોંચાય ત્યારે ખરું !"ઉજ્જયન્તાવતાર” જિનમંદિરનું સ્થાન એમને યોગ્ય લાગ્યું અને તેમણે આરાધના શરૂ કરી દીધી. ધ્યાન લાગી ગયું અને લીનતા પ્રાપ્ત થઈ ગઈ. મધ્યરાત્રિનો સમય થયો. સોમચંદ્ર મુનિ પ્રત્યે આકર્ષિત થઈને વાગીશ્વરી દેવી સરસ્વતી સાક્ષાત્ પ્રકટ થઈ. તેના ડાબા હાથમાં પુસ્તક હતું અને જમણા હાથમાં વરદાયિની અક્ષમાળા હતી. તેની દેહ પ્રભા ઉજ્જવળ અને કાન્તિમતી હતી. આવી દેવી ભારતી, વિકસિત પદ્મની પાંખડી સમ નેત્રોથી સ્નેહમય ભાવોથી સોમચંદ્ર મુનિને જોઈ કહેવા લાગી :
“હે મુનિવર, મને પ્રસન્ન કરવા માટે તારે હવે કાશ્મીર જવાની જરૂર નથી. તારી ભક્તિ અને ધ્યાનથી હું અહીં જ તારા પર પ્રસન્ન થઈ છું. મારી કૃપાથી તું સિદ્ધસારસ્વત થઈશ.” આવું વરદાન આપીને વિદ્યુત્ની જેમ અદૃશ્ય થઈ ગઈ.
સોમચંદ્ર મુનિનું શરીર રોમાંચિત થઈ ગયું. તેમના નેત્રોમાંથી હર્ષાશ્રુ વહી રહ્યાં હતાં. તેમની પ્રજ્ઞા સૂર્ય-પ્રભા સમ તેજસ્વી બની ગઈ હતી. શેષ રાત્રિ તેમણે સરસ્વતીની સ્તવનામાં પસાર કરી. પ્રાતઃકાળનાં આવશ્યક કાર્યો પતાવીને તેઓ પાછા ગુરુદેવ પાસે પહોંચ્યા. “મસ્થળ વામિ" બોલતાં જ ઉપાશ્રયમાં પ્રવેશ કરીને તેમણે ગુરુદેવના ખોળે મસ્તક મૂક્યું. ગુરુદેવે પણ પોતાના પ્રિય શિષ્યના મસ્તકે હાથ મૂકતાં અપૂર્વ હર્ષ અનુભવ્યો.. દેવી શારદાની પરમ કૃપાથી સોમચંદ્ર મુનિના મુખારવિંદ ઉપર તેજસ્વિતાનાં કિરણો ફેલાઈ રહ્યાં હતાં. સોમચંદ્ર મુનિએ રાત્રે બનેલો સમગ્ર વૃત્તાંત ગુરુદેવને કહી સંભળાવ્યો; ગુરુદેવને અતિ હર્ષ થયો. તેમણે સરસ્વતી દેવીની સ્તુતિ કરી અને સોમચંદ્ર મુનિની સર્વ મુનિવરો સામે પ્રશંસા કરી.
સભામાંથી : શું ગુરુ શિષ્યની પ્રશંસા કરે છે ?
મહારાજશ્રી : કેમ નહીં ? શિષ્ય જ્યારે અદ્વિતીય, અસાધારણ આરાધના કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org