________________
૩૮
શ્રાવક જીવન અગ્રણી હતા. આચાર્યદેવે તેમને બોલાવ્યા. ચાંગદેવની દીક્ષા અંગે તેમની સાથે પરામર્શ કર્યો અને શ્રેષ્ઠ મુહૂર્તમાં ચાંગદેવને દીક્ષા આપવામાં આવી. દીક્ષા મહોત્સવ ઉદયન મંત્રીએ કર્યો. ચાંગદેવનું નામ મુનિ સોમચંદ્ર રાખવામાં આવ્યું.
સર્વ બાબતો જિનાજ્ઞા-અનુસાર અને વિધિપૂર્વક કરવામાં આવી. સોમચંદ્ર મુનિ સાધુધર્મ પ્રાપ્ત થતાં અત્યંત પ્રફુલ્લિત થઈ ગયા. વિમલ ભાવ ઉલ્લસિત થયા. તેમના દ્ધયમાં શુભ ભાવોનું પૂર ઊમટ્યું.
ગુરુદેવે સોમચંદ્ર મુનિને અધ્યયન શરૂ કરાવ્યું. અતિ અલ્પ વર્ષોમાં તેમણે જિનાગમોનું અધ્યયન કરી લીધું. સંસ્કૃત પ્રાકૃતના જ્ઞાતા પણ બની ગયા. વેદાન્ત, ન્યાય, બૌદ્ધ આદિ ધર્મશાસ્ત્રોમાં પણ તેઓ પારંગત થઈ ગયા. જ્ઞાનોપાસના-જ્ઞાન પ્રાપ્તિ જ તેમનો જીવન રસ બની ગયો. તરણ અવસ્થા પૂર્ણ થઈ, યૌવનમાં પ્રવેશ કર્યો. એક દિવસે તેમણે ગુરુદેવની પાસેથી સાંભળ્યું કે પૂર્વકાલીન ભદ્રબાહુસ્વામી વગેરે મહાપુરુષો પાસે "પદાનુસારી પ્રજ્ઞા” હતી અને એને કારણે જ તેઓ "ચૌદ પૂર્વના જ્ઞાતા બન્યા હતા.
એક દિવસ તેમણે પોતાના મનની વાત ગુરુદેવને બતાવી દીધી. "ગુરુદેવ, મેં મારી અલ્પબુદ્ધિ દ્વારા જિનાગમોનું જ્ઞાન તો સંપાદન કરી લીધું, પરંતુ વિશેષજ્ઞાન પ્રાપ્ત કરવા માટે હું દેવી સરસ્વતીની ઉપાસના કરવા ઇચ્છા રાખું છું, અને એટલા માટે કાશ્મીર જવા માગું છું. પરંતુ આપની આજ્ઞા હોય અને આપને ઉચિત લાગતું હોય તો.”
આચાર્યશ્રીએ સોમચંદ્ર મુનિમાં જ્ઞાન પ્રાપ્તિની અસાધારણ તૃષા જોઈ. સમગ્ર દ્વાદશાંગીનું પરિપૂર્ણ જ્ઞાન સંપાદન કરવાની તીવ્ર ઈચ્છા જોઈ. છતાં પણ તેઓ ભાવાવેશમાં વહી ન ગયા. પ્રિય શિષ્યની પ્રશસ્ત ઈચ્છા જોઈને ગુરુજનો પ્રાયઃ ભાવાવેશમાં વહી જાય છે.” એની સારી ભાવના છે તો રજા આપી દો." જેવું થાય છે. પરંતુ આચાર્યશ્રી દેવચંદ્રસૂરિજી ભાવપ્રવાહમાં વહી જાય તેવા ન હતા. તેમણે ધ્યાનના આલોકમાં સોમચંદ્ર મુનિનું ભવિષ્ય જોયું, "શું સોમચંદ્ર મુનિ દેવી સરસ્વતીના અનુગ્રહને પાત્ર બનશે ?”
માત્ર જૈન સંઘને જ નહીં, માત્ર દેશને જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વને હેમચંદ્રસૂરી જેવી અદ્વિતીય જ્ઞાન પ્રતિભા પ્રાપ્ત થઈ એ માત્ર દૈવયોગ ન હતો. પરંતુ સમર્થ ગુરુ અને સમર્પિત શિષ્યના સુભગ સંયોગની ઉપલબ્ધિ હતી. દેવચંદ્રસૂરિજી સમર્થ ગુરુ હતા અને હેમચંદ્રજી સમર્પિત શિષ્ય. સમપિત અને મેઘાવી શિષ્ય સમર્થ ગુરુની કૃપાને પાત્ર બને છે અને અપૂર્વ પ્રતિભાનો સ્વામી બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org