________________
ભાગ - ૧
૧પ૩ ભાવોલ્લાસમાં ઓટ આવે છે, ત્યારે વ્રતનું અતિક્રમણ કરવા તૈયાર થઈ જાય છે.
પાપનો ભય હોવાથી, વ્રતભંગ કરવામાં અચકાય છે. પરંતુ વ્રત ભંગ ન થાય અને ઈચ્છા પૂર્ણ થાય એવો માર્ગ કાઢે છે અને વ્રતને દૂષિત કરે છે. કેવી રીતે કરે છે કે કેટલાંક ઉદાહરણોથી સમજાવું છું.
કોઈકે એક ખેતર અને એક ઘરનું પરિગ્રહ પરિમાણ નક્કી કર્યું. ભાવ ઘટી જતાં તેને બે ખેતર અને બે ઘર રાખવાની ઈચ્છા થઈ. જો તે આમ કરે છે તો તેનો વ્રત-ભંગ થાય છે, અને તે વ્રત-ભંગ કરવા ઈચ્છતો નથી. વ્રત ટકાવી રાખીને પણ ઈચ્છાપૂર્તિ કરવી છે! તે હોશિયારીથી કામ લે છે. તેનું ખેતર છે એની નજીકનું ખેતર તે ખરીદી લે છે. અને વચ્ચેથી વાડ કાઢી નાખે છે. બે ખેતરોનું એક ખેતર થઈ જાય છે, વ્રત-ભંગ થતો નથી અને ખેતર વધારવાની ઈચ્છા પૂર્ણ થઈ જાય છે, પરંતુ અતિચાર તો લાગી જ જાય છે !
જેમ ઘરની પાસેનું બીજું ઘર લે છે; વચ્ચેની દીવાલ કાઢી નાખે છે અને બેઘરોમાંથી એક ઘર બનાવી દે છે. વ્રત-ભંગ થતો નથી અને ઘર વધારવાની ઈચ્છા પૂર્ણ થાય છે. આમાં પણ અતિચાર તો લાગી જ જાય છે.
જેમ કોઈ અણુવ્રતધારીએ "મારે એક હજાર ગ્રામ સોનું જ રાખવું છે.” આવું પરિગ્રહ-પરિમાણ નકકી કર્યું. પાછળથી સાસરેથી કે અન્ય સ્થળેથી વધારાનું સોનું આવી ગયું ! રાખવાની ઈચ્છા થઈ ગઈ. જો રાખે તો વ્રતભંગ થાય છે. તે વિચાર કરીને ઉપાય શોધી કાઢે છે. તે સોનું બીજા કોઈ મિત્રને સોંપી દે છે અને પોતાના મનમાં વિચાર કરે છે કે "મારું પરિગ્રહ પરિમાણ વ્રત ચાર માસનું છે. અથવા સાત મહિનાનું છે. તે પછી હું મિત્ર પાસેથી સોનું પાછું લઈ લઈશ”. મનમાં તો તેણે તે સોનું પોતાનું માની લીધું એ અપેક્ષાએ વ્રતભંગ થાય છે. પરંતુ વ્રત-સાપેક્ષ રહેતાં તેણે તે સોનું પોતાની પાસે રાખ્યું નથી. એટલે વ્રતભંગ થતો નથી. આ રીતે ભંગઅભંગ રૂપ અતિચાર લાગે છે.
આ રીતે વ્રતધારીએ ધન-ધાન્યનું પ્રમાણ નક્કી કરી દીધું હોય અને પાછળથી ધન-ધાન્ય વધી ગયું ! તેનો ત્યાગ કરવો નથી, રાખવાની ઈચ્છા થઈ ગઈ. વ્રત ભંગ ન થાય અને ધન-ધાન્ય પાસે રહે એવી યુક્તિ કરે છે. એ ધન-ધાન્ય આપનાર લોકોને કહે છે: “ચાર મહિના પછી મારા ઘરમાં જે ધન-ધાન્ય છે તે વેચાઈ જશે. તે પછી તમારે આપવાનું છે તે હું લઈ જઈશ.”
આ રીતે ચાર મહિના પછી તે લેવાનો સ્વીકાર કરી લે છે. તેનું વ્રત ચાર મહિનાનું છે, એટલે વતભંગ થતો નથી, પરંતુ તેણે મનથી તે લઈ લીધું અને લેવાનો વાયદો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org