________________
7
પ્રવચન : ૭
પરમ કૃપાનિધિ મહાન શ્રુતધર આચાર્યશ્રી હરિભદ્ર સૂરીશ્વરજીએ સ્વરચિત "ધર્મીબંદુ” ગ્રંથના ત્રીજા અધ્યાયમાં ગૃહસ્થ જીવનનો વિશેષ ધર્મ નિરૂપ્યો છે. આ વિશેષ ગૃહસ્થધર્મ એવી વ્યક્તિને આપવો જોઈએ કે જેથી એ જીવાત્માનું આત્મકલ્યાણ થાય; આ વિષયમાં ગ્રંથકાર આચાર્યશ્રીએ કહ્યું છે કે જે જીવાત્મા સમ્યદૃષ્ટિ હોય તેને જ વિશિષ્ટ ગૃહસ્થધર્મ આપવો જોઈએ.
સમ્યગ્દષ્ટિ જીવાત્માનો પરિચય ટીકાકાર આચાર્યશ્રીએ બે શબ્દોમાં જ આપ્યો છે – ભવ્ય અને ભવભીરુ !
સમ્યગ્દષ્ટિ આત્મા, ભવ્ય અને ભવભીરુ :
"ભવ્ય” નો અર્થ છે મોક્ષમાં જવાની યોગ્યતાવાળો ! સંસારના તમામ જીવો મોક્ષમાં જવાની યોગ્યતાવાળા હોતા નથી. જે યોગ્યતાવાળા હોય છે તે ‘ભવ્ય’ કહેવાય છે, જે યોગ્યતા વગરના હોય છે તે ‘અભવ્ય’ કહેવાય છે. આમ સંસારમાં બે પ્રકારના જીવ હોય છે ભવ્ય અને અભવ્ય.
--
ભવ્ય જીવ કોઈક કાળે મોક્ષમાં જશે, જ્યારે અભવ્ય જીવ કદીય મોક્ષે જશે નહીં. તમારા મનમાં જિજ્ઞાસા ઉત્પન્ન થશે કે – “હું ભવ્ય છું કે અભવ્ય ?” આ જિજ્ઞાસાનું સમાધાન તો વિશિષ્ટ જ્ઞાની પુરુષ જ કરી શકે છે; છતાં પણ એવું કહેવામાં આવે છે કે જે જીવાત્માના મનમાં એવી ચિંતા રહેતી હોય કે "હું ભવ્ય છું કે અભવ્ય ?” તે જીવાત્મા ભવ્ય હોય છે ! અભવ્ય જીવને આવી ચિંતા જ થતી નથી.
જો કે ભવ્ય જીવ જ સમ્યગ્દષ્ટિ હોય છે. અભવ્ય જીવ સદૈવ મિથ્યાવૃષ્ટિ હોય છે. સમ્યદૃષ્ટિ જીવ ભવ્ય જ હોય છે.
વિશિષ્ટ ગૃહસ્થ ધર્મ સ્વીકારનાર મનુષ્ય "ભવભીરુ” હોવો જોઈએ. "ભવભીરુ” એટલે ભવભ્રમણથી ડરનારો. હવે મારે સંસારની ચાર ગતિઓમાં જન્મ-મરણ પામવાં નથી” આવો વિચાર સદૈવ ટકવો જોઈએ. આવો મનુષ્ય સંસારમાં ભટકાવનારાં પાપોથી બચવાનો પ્રયત્ન કરતો રહેશે.
વ્રતમય ગૃહસ્થ ધર્મ સ્વીકારનાર મનુષ્ય આવો "ભવભીરુ” હોવો જોઈએ. ભવભીરુ મનુષ્ય જ સાચા અર્થમાં વ્રતમય વિશિષ્ટ ગૃહસ્થ ધર્મનું પાલન કરી શકે
છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org