________________
ભાગ ૧
૬૯
આવો ભવ્ય અને ભવભીરુ મનુષ્ય જ્યારે ધર્મ પામવાની ઈચ્છાથી સદ્ગુરુ પાસે આવે ત્યારે સર્વપ્રથમ એને સદ્ગુરુ સાધુધર્મનો ઉપદેશ આપે છે !
ગ્રંથકાર આચાર્યશ્રી કહે છે :
उत्तमधर्मप्रतिपत्त्य सहिष्णोस्वत्कथनपूर्वमुपस्थितस्य विधिनाऽणुव्रतादिदानम् । પ્રથમ ઉપદેશ સાધુધર્મનો ઃ
તમારી દુકાનમાં કોઈ સારો શ્રીમંત ગ્રાહક આવે તો તમે પ્રથમ તો એને ઉત્તમ માલ બતાવશોને ? એ રીતે અમારી પાસે ભવ્ય અને ભવભીરુ જેવો સુયોગ્ય ધર્મગ્રાહક આવે તો અમારે એને પ્રથમ તો ઉત્તમ ધર્મ જ બતાવવો જોઈએ ! ઉત્તમ ધર્મ છે – સાધુધર્મ, શ્રમણધર્મ. કારણ કે સાધુધર્મ દ્વારા જ સર્વ કર્મોનો નાશ થઇ શકે છે. આ દૃષ્ટિએ, કર્મ ક્ષયની દૃષ્ટિએ સાધુધર્મની ઉત્તમતા છે. સાધુધર્મ માટે ટીકાકાર આચાર્યશ્રીએ કહ્યું છે કે :
-
“સર્વ કર્મ વિરેચક.” સાધુધર્મ સર્વ કર્મોનો વિરેચક છે, એટલે નાશ કરનાર છે.
ભવ્ય અને ભવભીરુ જીવાત્માને સર્વપ્રથમ સાધુધર્મનો ઉપદેશ આપવાની જિનાજ્ઞા છે. સાધુધર્મનું વિવેચન વિસ્તારથી કરવાનું છે. સાધુધર્મનું સ્વરુપ સમજવાનું છે. સાધુધર્મ પાલનનું ફળ બતાવવાનું છે. સાધુજીવનનો આનંદ બતાવવાનો છે. એવી મિષ્ટ ભાષામાં, કરુણાપૂર્ણ હૃદયથી આ વાતો કરવાની છે કે સાંભળનાર આત્મા સાધુધર્મ પ્રત્યે આકર્ષિત થઇ જાય, અને સાધુધર્મનું પાલન કરવાની જો તેનામાં ક્ષમતા હોય, શક્તિ હોય તો તે સાધુધર્મનો સ્વીકાર પણ કરી શકે.
કેટલાક લોકોની માનસિક સ્થિતિ એવી હોય છે કે હલકા પ્રકારનો માલ પસંદ આવતાં ઉત્તમ પ્રકારનો માલ પસંદ કરતા નથી. તેમને મન તો “જે મનને ગમ્યું તે ઉત્તમ.” એવો સિદ્ધાંત હોય છે.
જટાશંકરને પેન્ટ પહેરવાની ઈચ્છા થઈ. તે પેન્ટ લેવા એક મોટા સ્ટોરમાં ગયા. સેલ્સમેને જટાશંક૨ને પચ્ચીસ રૂપિયે મીટરવાળો પેન્ટપીસ બતાવ્યો. ડીઝાઈન અને કલર સારા હતા. જટાશંકરે પેન્ટપીસ ખરીદી લીધો. રૂપિયા આપવા માટે તેણે પોતાના ગજવામાંથી સો-સોની નોટોનું એક બંડલ કાઢ્યું અને એમાંથી સો રૂપિયાની એક નોટ આપવા ગયો; સેલ્સમેને જટાશંકર પાસે આટલા બધા રૂપિયા જોઇને વિચાર્યું : "આ ગ્રાહક શ્રીમંત છે. હું તેને સો રૂપિયે મીટ૨નો પેન્ટપીસ બતાવું.”
::
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org