________________
પ્રવચન : ૧૬
પરમ કૃપાનિધિ મહાન શ્રુતધર આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી સ્વરચિત “ધર્મબિંદુ” ગ્રંથના ત્રીજા અધ્યાયમાં ગૃહસ્થ જીવનનો વિશેષ ધર્મ બતાવે છે. આ વિશેષ ધર્મ છે સમ્યક્ત્વમૂલક બાર વ્રતોનો.
પાંચ અણુવ્રતોનું વિવેચન પૂર્ણ થયું, હવે ગુણવ્રતોનું વિવેચન શરૂ કરીશું. ગુણોની વૃદ્ધિ કરનારાં છે ગુણવ્રત. પ્રથમ ગુણવ્રત ઃ દિશાપરિમાણ
ત્રણ ગુણવ્રતોમાં પ્રથમ ગુણવ્રત છે દિશાપરિમાણ ! અહિંસા વગેરે ગુણોની વૃદ્ધિ અને રક્ષા કરવી હોય તો રખડવું બંધ કરવું પડશે અને એક દિવસે પરિભ્રમણ સંપૂર્ણતયા બંધ કરવું પડશે ! ચારે દિશાઓમાં અને ઉપર નીચે ભટકવું બંધ કરવું પડશે. વધારે ભટકવાથી મોહાસક્તિ વધે છે. રાગદ્વેષ વધે છે, હિંસા આદિ પાપ વધે છે.
તમે વિચારતા હશો કે મહારાજશ્રી આજે કેવી વાત કરી રહ્યા છે ? વાત બુદ્ધિગ્રાહ્ય નથી લાગતી ! દુનિયામાં હરવા ફરવાથી શું આસક્તિ વધે છે ? રાગદ્વેષ વધે છે ? આવી વાત વિચારો છો ને ? આવું તમે વિચારશો જ, કારણ કે તમારે માટે આ વાત નવી છે !
અર્થહીન પરિભ્રમણથી મોહાસક્તિ વધે છે ઃ
પરિભ્રમણથી સંસાર છે, સ્થિરતાથી મુક્તિ છે ! તીર્થંકર ભગવંત આપણને મુક્તિ તરફ લઈ જવા માગે છે. એટલે કે સ્થિરતા તરફ લઈ જવા માગે છે. મુક્તિ સ્થિરતારૂપ છે. મુક્ત દશામાં આત્માના અસંખ્ય પ્રદેશ સ્થિર હોય છે. એક પણ આત્મપ્રદેશ અસ્થિર નહીં, ચંચળ નહીં. અને તે પણ સદાકાળ માટે ત્યાં કદી પણ અસ્થિરતા આવતી જ નથી.
ત્યાં સ્થિરતા છે માટે ત્યાં શાશ્વત આનંદ છે. શાશ્વત સુખ છે. એટલા માટે મુક્તિ-મોક્ષ-નિર્વાણની કામના રાખનારાઓનું લક્ષ્ય સ્થિરતા હોવું અનિવાર્ય છે. પૂર્ણ સ્થિરતા તરફ પ્રગતિ કરવા માટે પરિભ્રમણ વર્જ્ય માનવું જોઈએ. અર્થહીન પરિભ્રમણ ત્યજી દેવું જોઈએ. આ ઉદ્દેશ્યથી આ પ્રથમ ગુણવ્રત-દિશાપરિમાણનો નિર્દેશ કરવામાં આવ્યો છે. ઊર્ધ્વ, અધો અને તિર્યક્ આવાગનનું પરિમાણ ક૨વાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org