________________
૧૬૬
આવી ગયો. અને એક ડાકુને મારી સાથે મોકલ્યો.
જ્યારે અમે નડિયાદ સ્ટેશને આવ્યા ત્યારે મારી આંખો ઉપર બાંધેલી પટ્ટી છોડવામાં આવી. જતી વખતે સ્ટેશનથી જ મારી આંખો ઉપર પટ્ટી બાંધી દીધી હતી !
શ્રાવક જીવન
અમે બે જણા અમદાવાદ સ્ટેશને પહોંચ્યા, સવારનો સમય હતો. મેં ડાકુને કહ્યું: "આપણે માણેક ચોક જઈશું અને ત્યાં હું રૂપિયા અપાવી દઈશ.” અમે માણેકચોક તરફ ચાલ્યા. મારા મનમાં વિચાર ચાલતા હતા કે હવે આ ડાકુથી કેવી રીતે છૂટવું. ઈષ્ટદેવનું સ્મરણ પણ કરી લેતો હતો. માણેકચોક આવી ગયો. લોકોની ભીડ હતી.
મેં પેલાને કહ્યું : "તું અહીં ઊભો રહે, હું પતાવીને આવું છું.” હું સાર્વજનિક શૌચાલયમાં પેસી ગયો અને બીજા રસ્તેથી બહાર નીકળી ગયો, અને એક પોળમાં ઘૂસી ગયો. અમદાવાદની પોળો તો એવી હોય છે કે જો આદમી ઘૂસી ગયો તો પોલીસ પણ એને શોધી ન શકે.
હું બચી ગયો; ત્રણ દિવસ અમદાવાદ રહીને મારે ગામ આવી ગયો. મેં પૂછ્યું: શું એ લોકો ફરીથી તમારા ગામમાં ન આવ્યા ? તેણે જવાબ આપ્યો કે : “ન આવ્યા, અને આવ્યા હોત તો પણ હું સાવધાન હતો, તેમની સાથે પતાવી લેત. પરંતુ મને વારંવાર મુનિરાજ યાદ આવતા હતા. મને બચાવવા માટે જ તેમણે તે દિવસે બહારગામ ન જવાનું “દિશાપરિમાણ” વ્રત આપ્યું હશે.”
દિશા-પરિમાણ વ્રતમાં દૃઢ રહો :
કરમચંદની વાત સાંભળીને ? આ સત્ય ઘટના છે. આ વ્રત ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. એક વ્રતધારીએ મને બતાવ્યું હતું કે એક દિવસે તેણે ગામમાંથી બહાર નહીં જવાનું વ્રત લીધું હતું. લોભલાલચના પ્રસંગો આવવા છતાં તે બહારગામ ન ગયો. સાંજે એક અજાણી વ્યક્તિ આવે છે. એ ભાઈનું નામ પૂછે છે. આ ભાઈ આગન્તુકનું સ્વાગત કરે છે અને આગન્તુક કહે છે ઃ "તમારા પિતાજી પાસેથી મારા પિતાજીએ પાંચ હજાર રૂપિયા લીધા હતા. મારા પિતાજીનું લખાણ મેં વાંચ્યું. હું અમેરિકા રહું છું. હું પૈસા કમાયો છું; મેં વિચાર કર્યો કે પિતાજીનું દેવું પણ હું ચૂકવી દઉં ! આજ રાત્રે જ મારે પ્લેનમાં વિદેશ જવાનું છે. તમે અહીં મળી ગયા, સારું થયું. વ્યાજ સાથે આ ૨૦ હજાર રૂપિયા લઈ લો.” આમ કહીને તેણે ૨૦ હજાર રૂપિયા મારી સામે મૂક્યા. પેલા વ્રતધારીએ મને કહ્યું કે "હું તો આશ્ચર્યચક્તિ થઈ ગયો ! જો તે દિવસે હું હાજર ન હોત તો ? રૂપિયા ન મળત. આ વાત ગૌણ છે, પરંતુ એવા પિતૃભક્ત અને નીતિવાદી માણસને મળવાનું ન બનત. મેં વ્યાજ ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org