________________
પ્રવચન ઃ ૬
પરમ કૃપાનિધિ મહાનશ્રુતધર આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ સ્વરચિત "ધર્મબિંદુ” ગ્રંથના તૃતીય અધ્યાયમાં ગૃહસ્થ જીવનનો વિશેષ ધર્મ બતાવ્યો છે.
વિશેષ ધર્મ ગ્રહણ કરનારાઓની યોગ્યતા બતાવતાં ગ્રંથકારે કહ્યું કે સમ્યગ્ દર્શન તગર વિરતિરૂપ વિશેષ ધર્મ છે તેને ગ્રહણ કરવો જોઈએ નહીં. કહેવાનું તાત્પર્ય એ છે કે જે વ્યક્તિમાં સમ્યગ્દર્શન છે તે જ વિશેષધર્મ ગ્રહણ કરી શકે છે.
"મારામાં સમ્યગ્દર્શન છે કે નથી” એનો નિર્ણય કરવા માટે પાંચ લક્ષણો બતાવવામાં આવ્યાં છે. જો આ પાંચ લક્ષણો જીવાત્મામાં દેખાતાં હોય, એટલે કે જીવ જાતે જ આ પાંચે વાતોની અનુભૂતિ કરતો હોય, તો સમજવું કે તે સમ્યગ્ દર્શન છે. પાંચ લક્ષણો ગ્રંથકાર મહર્ષિએ આ પ્રકારે નિરૂપ્યાં છે.
प्रशमसंवेगनिर्वेदानुकम्पास्तिक्याभिव्यकितलक्षणं तत् ॥
૧. પ્રશમ, ૨. સંવેગ, ૩. નિર્વેદ, ૪. અનુકંપા, ૫. આસ્તિક્ય. આ પંચ લક્ષણો છે સમ્યગ્દર્શનનાં. અલ્પ યા વિશેષ માત્રામાં આ પાંચે લક્ષણોની અભિવ્યક્તિ થવી જોઈએ.
મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયો જવાથી આ પાંચે ગુણો આત્મામાં સ્વતઃ પ્રાદુર્ભાવ પામે છે. સમ્યગ્દર્શન સાથે આ પાંચે ગુણ જોડાયેલા છે; માત્ર અભિવ્યક્તિ વત્તી ઓછી હોઈ શકે છે. આ ગુણ ક્રિયાત્મક નથી, પરંતુ ભાવાત્મક છે; એટલે તે બીજાને ન પણ દેખાય. તે તો માત્ર સૂક્ષ્મ અવલોકનથી જ જાણી શકાય
છે.
આજ આ પાંચે લક્ષણો વિશે જ કંઈક વિસ્તારપૂર્વક વાતો કરીશ. ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે આ વિષય. એકાગ્ર મનથી સાંભળીને, બુદ્ધિથી સમજી લેવા પ્રયત્ન કરવો. ધર્મના વિષયમાં તો "સમ્યગ્દર્શન”ની વાત મૂળભૂત પાયાની વાત છે. કારણ ધર્મનું મૂળ છે સમ્યગ્દર્શન. સમ્યગ્દર્શન અને સમક્તિ – બંનેનો એક જ અર્થ છે. બંને એક જ અર્થના દ્યોતક છે.
સમ્યગ્દર્શનનું પ્રથમ લક્ષણ છે પ્રશમભાવ ઃ
જ્યારે સમ્યગ્દર્શન ગુણ આત્મામાં પ્રકટ થાય છે ત્યારે અનંતાનુબંધી કષાયો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org