________________ 200 શ્રાવક જીવન અંગે પણ ચિંતન થઈ શકે છે. વ્રતોનું પલિોચન કેવી રીતે કરવું ? જેમ કે તમે "દિશાપરિમાણવ્રત” ગ્રહણ કર્યું છે. દરેક દિશામાં તમે 200-200 કિલોમીટર જવાની મર્યાદા રાખી છે. હવે તમે "દેશાવકાસિક” વ્રત લીધું છે. તમે વિચારશો કે હું ગત વર્ષે ભૂલથી, પ્રમાદથી યા જાણીજોઈને 200 કિલોમીટરથી વધારે દૂર ચાલ્યો તો નથી ગયો ને? જો ગયા હશો તો તમે વિચારશો કે "જ્યારે સદ્દગુરુનો સંયોગ મળશે ત્યારે આ ભૂલનું પ્રાયશ્ચિત્ત લઈ લઈશ અને હવે ફરીથી આવી ભૂલ નહીં કરું.” હવે વિચાર કરતાં ખ્યાલ આવે કે કોઈ પણ દિશામાં હું 100 કિલોમીટરથી વધારે દૂર ગયો નથી, અને ભવિષ્યમાં 100 કિલોમીટરથી વધારે દૂર જવાની જરૂર પણ પડવાની નથી, તો પછી 100 કિલોમીટરની જ મર્યાદા કેમ ન રાખી લઉં? આજ દિન સુધી 200 કિલોમીટરની મર્યાદા છે, હવે હું 100 કિલોમીટરની મર્યાદા બિાંધું છું. પરંતુ મારે માટે શક્યતા છે કે પૂર્વ દિશામાં 200 કિલોમીટર જવું પડે તેમ છે, તો પૂર્વ-દિશામાં 200 કિલોમીટરની મર્યાદા રાખી લઉં અને બાકીની બધી દિશાઓમાં 100-100 કિલોમીટરની મર્યાદા રાખી લઉં. પરંતુ સંભવ છે કે ઉર્ધ્વ (ઉપર) અને અધઃ (નીચે)ની દિશામાં એક એક કિલોમીટરથી વધારે જવું પડતું જ નથી ! ઉપર વિમાનમાં મુસાફરી કરવામાં વધારેમાં વધારે 2 કિલોમીટર જવું પડે, પરંતુ નીચે તો 50 પગથિયાંથી વધારે ઊતરવું પડતું નથી. એટલા માટે અધ કિલોમીટરની મર્યાદા ન કરી લઉં? કરી દેવી જ જોઈએ. હા, કોઈક વાર એવી બીમારી આવી જાય કે અમેરિકા જઈને ઓપરેશન કરાવવું પડે, તો અપવાદ રાખી શકું છું કે બીમારીને કારણે કોઈ પણ દિશામાં ગમે તેટલો દૂર જઈ શકીશ. આ રીતે તમે પ્રત્યેક વ્રતની બાબતમાં પાયલોચન કરી શકો છો. ગ્રહણ કરેલા વ્રતોનો પુનર્વિચાર કરવાનું જ આ વ્રત છે. આ વ્રતમાં પણ બીજાં વ્રતોની માફક અતિચાર કરવાની સંભાવના બતાવતાં ગ્રંથકાર આચાર્યશ્રીએ કહ્યું છે ? आनयन-प्रेष्यप्रयोग-शब्द-रुपानुपात-पुद्गलप्रक्षेपाः पंचातिचाराः / Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org