________________
૧૧૨
શ્રાવક જીવન
બેસાડવા જોઈએ અને એટલો જ સામાન રાખવો જોઈએ. રસ્તામાં ચડાણ-ઉતરાણ આવે ત્યારે રિક્ષામાંથી નીચે ઊતરવું જોઈએ. કારણ કે રિક્ષા ચલાવનારો એક જીવ છે એ સમજીને તેની સાથે દયાપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ.
મનુષ્ય જાતે જેટલો ભાર ઉપાડી શકે અને જાતે જ ઉતારી શકે તેટલો જ ભાર તેને ઉપડાવવો જોઈએ. પશુ ઉપર પણ એટલો ભાર ન મૂકવો જોઈએ કે જેથી તેને ત્રાસ થાય. ઘોડાગાડી, બળદગાડી, ઊંટગાડી તથા કૂતરાગાડી જેવી ગાડીઓ સાથે પશુઓને જોડો છો; તો યોગ્ય સમયે તેમને મુક્ત કરી દેવાં જોઈએ. હદથી વધારે દોડાવવાં ન જોઈએ, મારી મારીને દોડાવવાં ન જોઈએ.
યાદ રાખો કે તમે સમકિતવૃષ્ટિ શ્રાવક છો. તમારામાં અનુકંપા હોવી જોઈએ. દયા-અનુકંપા.....કરુણા તમારું લક્ષણ છે. તમે દયાહીન કૃત્ય કરી જ ન શકો. તમે બીજા જીવોને કષ્ટ આપી જ ન શકો.
૫. પશુઓ અને નોકરોને સમયસર પાણી અને ભોજન આપો ઃ
પશુ હોય કે માણસ, તેને ભૂખ્યું – તરસ્યું ન રાખવું જોઈએ. કોઈક વાર ગાય યા ભેંશે દૂધ દોહવા ન દીધું, લાત મારી, વાસણ ફોડી નાખ્યું.....ત્યારે ગુસ્સામાં આવીને...."આજ તને પાણી ય નહીં પિવડાવું.....આજ તને ઘાસ જ નહીં નીરું.” એમ બોલીને દિવસભર એને ભૂખ્યું – તરસ્યું રાખવામાં આવે છે ! આવું ન કરવું જોઈએ. પશુનો અપરાધ પણ માફ કરવો જોઈએ. જે દૂધ આપે છે તે કદી લાત પણ મારે, તો લાત ખાવી પડે છે ! પરંતુ લાતની સામે લાત મારવા જશો તો દૂધ નહીં મળે.
એ રીતે નોકરોને પણ જાણી જોઈને ભૂખ્યા ન રાખવા જોઈએ. બળજબરીથી ઉપવાસ ન કરાવવા જોઈએ. કોઈ વાર ભૂખથી મૃત્યુ પણ થઈ શકે છે. હા, અજીર્ણ થયું હોય તો ઉપવાસ કરાવી શકો છો. તાવ આવ્યો હોય તો ઉપવાસ કરાવી શકો છો.
કદી કોઈ નોકર અપરાધ કરી બેસે તો એને ભય બતાવી શકો છો. "આજ તને ખાવા નહીં મળે, પાણી પણ નહીં મળે !....એક ઓરડામાં પૂરી દઈશ.” પણ આવું કરવાનું નથી. ભોજનનો સમય સમાપ્ત થતાં તેને "ફરીવાર આવી ભૂલ ન કરતો” કહીને ભોજન કરાવવું જોઈએ. કોઈ વાર સાપેક્ષ ભાવથી "જ્યાં સુધી ભૂલ કબૂલ નહીં કરે ત્યાં સુધી ભોજન નહીં કરાવું” વિચારીને દિવસભર ભૂખ્યો રાખવા છતાં પણ અતિચાર થતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org