SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - ૧ ૧૧૩ &યની ભાવના શુભ હોવી જોઈએ. જીવ પ્રત્યે સ્નેહભાવ હોવો જોઈએ. આ સ્નેહભાવ હોવાથી બહારથી–વ્યવહારથી બાંધવા કરવાથી, મારવાથી, અંગછેદન કરવાથી, વધારે માર મારવાથી અને ભૂખ્યા રાખવાથી પણ અતિચાર લાગતો નથી. એટલે કે પ્રથમ અણુવ્રત દૂષિત નથી બનતું. પ્રશ્ન - પહેલું અણુવ્રત "સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ” છે. આ વ્રત જેણે લીધું હોય તે જીવોને બંધન આદિ કરે છે તો પણ વ્રત તો અખંડ જ રહે છે ને? ઉત્તર - સાચી વાત છે! પ્રાણાતિપાતનો ત્યાગ કર્યો છે પ્રથમ વ્રતમાં. બંધનમારણ આદિનો પચખાણ-ત્યાગ કર્યો નથી, પરંતુ જીવોનું બંધન વગેરે પ્રાણાતિપાતના ઉપાયો છે ! એટલા માટે ઉપાયોનો ત્યાગ પણ આ અણુવ્રતમાં સમાવિષ્ટ થઈ જાય છે. એટલે કે પ્રાણાતિપાતનું પચખાણ કર્યું છે તો વધ-બંધનાદિનું પચખાણ થઈ જ જાય છે પ્રશ્ન - ત્યારે તો વધ-આદિ કરવાથી પચખાણનો ભંગ થાય છે ને? અતિચાર ન કહી શકાય ! અતિચારની ભાષા ઉત્તર :- પ્રત્યેક વ્રતનાં બે પાસાં હોય છે. અંતવૃત્તિ અને બહિવૃત્તિ. એટલે કે વ્રત ભાવાત્મક અને ક્રિયાત્મક હોય છે. એક ઉદાહરણથી સમજાવું છું. એક અણુવ્રતધારી મનુષ્ય રોષમાં આવી ગયો અને વિચારવા લાગ્યોઃ “આને મારી નાખીશ..પ્રાણ લઈ લઈશ....” અને એ વ્યક્તિ ઉપર એણે દયાહીન થઈને પ્રહાર પણ કર્યો, પરંતુ પેલી વ્યક્તિ નાસી ગઈ, પ્રહાર ન થયો તેની ઉપર અને તે બચી ગઈ. આ ઘટનાથી અણુવ્રતધારીના પહેલા વ્રતનો અંતવૃત્તિથી ભંગ થયો, પરંતુ બહિવૃત્તિથી ન થયો. પેલી વ્યક્તિનું મોત ન થયું. બહિવૃત્તિથી વ્રત અભંગ રહ્યું. એટલા માટે તેના વ્રતનો ભંગ ન થયો. અતિચાર ન લાગ્યો ! કારણ કે દેશથી (આંશિક રૂપથી) વ્રતનો ભંગ થયો એ જ "અતિચાર” કહેવાય છે. - વ્રતના એક અંશનું પાલન થાય છે અને એક અંશનો ભંગ થાય છે ત્યાં સુધી અતિચાર" કહેવાશે. પણ બંને એશોનો ભંગ થવાથી વ્રતભંગ કહેવાશે ! મન, વચન, કાયાથી હિંસાનો ત્યાગ કરો: વાસ્તવિકતા એ છે કે આપણે મન, વચન અને કાયાથી હિંસાનો ત્યાગ કરવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004541
Book TitleShravaka Jivan Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy