________________
ભાગ - ૧
૧૦૩ ૧, જિનવચનમાં શંકા ન કરો :
જિનેશ્વરનાં વચનોમાં શંકા કરવી ન જોઈએ. શંકાના બે પ્રકારો બતાવવામાં આવ્યા છે ?
૧. દેશ શંકા ૨. સર્વ શંકા જિનવચનોમાં કોઈ બે ચાર વાતો લઇને શંકા કરે છે. તો તેને "દેશ શંકા” કહેવામાં આવે છે. એક ઉદાહરણ દ્વારા સમજાવું છું.
આગમોમાં "ભવ્ય” જીવ અને "અભવ્ય” જીવનું વર્ણન આવે છે. આ વાંચીને શંકા કરે કે “બંનેમાં જીવત્વ હોવા છતાં પણ એક જીવ ભવ્ય અને બીજે જીવ અભવ્ય કેમ ?” જ્યારે હેતુ નથી મળતો તો શંકા થઈ જાય છે. - "સર્વ શંકા” એટલે સમગ્ર આગમોના વિષયમાં શંકા થઈ જાય ! જેમ કે "જૈન ધર્મના તમામ સિદ્ધાંતો પ્રાકૃત ભાષા નિબદ્ધ છે તો શું આ તમામ સિદ્ધાંતો કલ્પનામાત્ર હશે ? સાચા નહીં હોય ?"
એક વાત નિશ્ચિત રૂપે સમજી લેવી કે વિશ્વની તમામ વાતો તકથી નથી સમજી શકાતી. કેટલાક તત્ત્વોના હેતુ હોય છે તો કેટલાકના હેતુ નથી હોતા. એટલે કે વિશ્વમાં બે પ્રકારનાં તત્ત્વો હોય છે – હેતુગ્રાહ્ય અને અહેતુઝાહા. હેતુ ગ્રાહ્ય તત્ત્વોને હેતુઓથી સમજીને સ્વીકાર કરવો અને અહેતુગ્રાહ્ય તત્ત્વોનો એમ જ સ્વીકાર કરી લેવો જોઈએ. જેના હેતુઓ છે જ નહીં તેમના હેતુ કયાંથી લાવશો? જીવ તત્ત્વનું, અજીવ તત્ત્વનું, પુણ્ય-પાપ આદિ તત્ત્વોનું જ્ઞાન હેતુઓથી પ્રાપ્ત કરી શકીએ. પરંત ભવ્યત્વ, સંસાર અને મોક્ષમાં જીવોની સંખ્યા વગેરે વાતો અહેસુગમ્ય છે. આ વાતો સમજવા માટે કોઈ તક નથી, કોઈ હેતું નથી. હા, કોઈ અવધિજ્ઞાની, કેવળજ્ઞાની હેતુ આપી શકે છે, તક આપી શકે છે, સમજાવી શકે છે. અમારા જેવા માત્ર મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાની માટે એ અસંભવ છે એ તર્ક યા હેતુથી સમજવું અને સમજાવવું ! એટલા માટે કોઈ આગમની વાત સમજવામાં ન આવે તો શંકા ન કરવી. શંકાથી શ્રદ્ધા નિર્બળ બને છે. અન્ય દર્શનોની કક્ષા ન કરો :
શ્રદ્ધાને નિર્બળ બનાવનારો અતિચાર છે કાંક્ષાનો. કાંક્ષાના પણ બે પ્રકારો છેઃ દેશ કાંક્ષા અને સર્વ કાંક્ષા
સર્વજ્ઞ ભાષિત દર્શન સિવાય બીજો કોઈ એક-બે દર્શન પસંદ આવી જાય અને એ દર્શનોના સ્વીકારની ઈચ્છા થઈ જાય તેને કહે છે દેશ કક્ષા. જેમ કે "મને જેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org