________________ 204 શ્રાવક જીવન છે. નિસત્ત્વ અને કાયર લોકો જ અતિચાર લગાવે છે. પહેલો અતિચાર : પહેલો અતિચાર મનુષ્યને કેવી રીતે લાગે છે તે બતાવું. માની લો કે તેણે ઉત્તર દિશામાં 50 કિલોમીટરથી વધારે દૂર ન જવાનો નિયમ કર્યો છે. હવે એક દિવસે એ ઉત્તર દિશામાં 60 કિલોમીટર દૂર સોનું, ચાંદી યા બીજી કોઈ વસ્તુ મળે છે. હવે જો એ મળે તો સારો અર્થલાભ થાય તેમ છે. તે વિચારે છે : “જો 60 કિલોમીટર જાઉં છું તો વ્રતભંગ થાય છે. નથી જતો તો અર્થલાભ થતો નથી, તો શું કરું? બીજા વિશ્વાસુ માણસને મોકલીને તે માલ મંગાવું, અથવા તો ચિઠ્ઠી લખીને મોકલું.....એનાથી વ્રતભંગ નહીં થાય અને માલ પણ મળી જશે.” એ રીતે વિચારીને જો તે માલ મંગાવે છે તો એને અતિચાર લાગે છે, વ્રત દૂષિત થાય છે. બીજો અતિચાર : જે રીતે વ્રતધારી મનુષ્ય પોતાની નિશ્ચિત મર્યાદાથી બહારની વસ્તુ મંગાવવાનો ઉપક્રમ કરે છે, તો તેને અતિચાર લાગે છે તે રીતે નિશ્ચિત મયદાથી બહાર વસ્તુ મોકલવાનો ઉપક્રમ કરે છે તો પણ અતિચાર લાગે છે. આ બંને અતિચાર લાગવાનું કારણ છે લોભ, લાલચ અને તીવ્ર સ્પૃહા. પરંતુ વ્રતભંગ નથી કરતો, રસ્તો શોધી કાઢે છે ! સભામાંથી કેવી રીતે અમે ટેક્સ ભરવામાં રસ્તો કાઢીએ છીએ એ રીતે ? મહારાજશ્રી એવું જ સમજી લો! તફાવત માત્ર એટલો જ છે કે તમારી ઉપર સરકારે ટેક્સ ઠોકી બેસાડ્યો હતો. અહીં વ્રતધારીએ સ્વેચ્છાથી વ્રત સ્વીકાર્યું છે. વ્રત ટેક્સની જેમ ઠોકી બેસાડ્યું હોય અને માણસ બચવા માટેના રસ્તા શોધે તો ઠીક છે, પરંતુ સ્વેચ્છાથી વ્રત લીધા પછી ભય અથવા લોભને કારણે વ્રતને અતિચાર લગાવે એ સારું નથી. ત્રીજો અતિચાર : વ્રતનો પ્રેમ હોય છે તો વ્રતને દૂષિત કરવાનું કામ કરવામાં આવતું નથી. મૂળભૂત વાત એ છે કે વ્રતનો પ્રેમ હોવો જોઈએ. જેમ જેમ વ્રતનો પ્રેમ વધશે તેમ તેમ વતપાલન સારી રીતે થશે. જેમ જેમ વ્રતનો પ્રેમ ઓછો થશે તેમ તેમ અતિચારોનું સેવન વધતું જશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org