________________ ભાગ - 1 203 દૂષિત કરનારા અને વ્રતનો ભંગ કરનારાં નિમિત્તે આ દુનિયામાં સર્વત્ર મળશે, પણ સત્ત્વશીલ વ્રતધારી મનુષ્ય એ નિમિત્તોની સામે અડગ રહેશે. કહેવાયું છે કે : "प्राणान् त्यजति धर्मार्थ, न धर्म प्राणसंकटे" પોતાના વતની રક્ષા માટે પ્રાણોનો ત્યાગ કરશે, પરંતુ પ્રાણરક્ષા માટે ધર્મનો ત્યાગ વ્રતધારી નહીં કરે! આ વાત છે સત્ત્વશીલ સ્ત્રીપુરુષોની–સત્ત્વ ઓસરે છે, ભાવ ઓસરે છે, વ્રત દૂષિત થાય છે. નિસત્ત્વ જીવો કોઈવાર ભાવાવેશમાં આવીને પોતાની શક્તિ-સામર્થ્યનો વિચાર કર્યા વગર વ્રત ધારણ કરે છે.......નિ:સત્વ તો હોય જ છે. કોઈ એવું નિમિત્ત મળ્યું...વતને અતિચાર લાગે છે યા વ્રતભંગ કરી દે છે. જેમ કે - એક ભાઈએ કહ્યું મેં રાત્રિભોજન ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી, પરંતુ ત્રણ ચાર વાર રાત્રિભોજન કરી લીધું. કારણ કે રાતમાં અતિશય ભૂખ લાગી હતી....ઘેર પહોંચ્યો તો રાત પડી ગઈ હતી.....ખાધા વગર ચાલે તેમ ન હતું....વગેરે. બીજા એક ભાઈએ કહ્યું: મેં કંદમૂળ ન ખાવાની પ્રતિજ્ઞા લીધી હતી. લાંબી મુસાફરી હતી. રસ્તામાં બીજી શાકભાજી મળે તેમ ન હતું. એટલે મેં ત્રણ ચાર વખત બટાટા, ડુંગળી વગેરે ખાઈ લીધાં હતાં. એક બે વાર લગ્ન પ્રસંગે ભોજન સમારંભમાં ગયો હતો. મિત્રોના અતિ આગ્રહને લીધે કંદમૂળ ખાઈ લીધાં. એક ભાઈએ કહ્યું કે પૈસાની ચોરી ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી, પરંતુ એક વાર પૈસાની અત્યંત જરૂર પડતાં શેઠને પૂછડ્યા સિવાય તિજોરીમાંથી દશ હજાર રૂપિયા ઉપાડી લીધા હતા! આ બધાં નિઃસત્ત્વવ્રતધારી મનુષ્યોનાં ઉદાહરણો છે. આ દેશાવકાસિક વ્રતના વિષયમાં એક વ્રતધારીએ આલોચના કરતાં કહ્યું હતું કે મેં ચાર દિશામાં પ૦૦ કિલોમીટરથી વધારે દૂર ન જવાની પ્રતિજ્ઞા કરી હતી, પરંતુ એક વાર મારે પૂર્વ દિશામાં 600 કિલોમીટર જવું પડ્યું, કારણ કે મારા મિત્રનાં લગ્ન હતાં. તેની જાનમાં જવું અનિવાર્ય હતું.........મને એ દોષનું પ્રાયશ્ચિત્ત આપો ! જુઓ, મિત્રની જાનમાં જવા માટે વ્રત તોડી નાખ્યું. આ નિસત્તતા છે, કાયરતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org