________________
ભાગ
૧૫
તેઓ કહે છે : "શું કરીએ મહારાજશ્રી, એ મહારાજશ્રીએ મારા ઉપર ખૂબ દબાણ કર્યું ", આ પ્રતિજ્ઞા તો તારે લેવી જ પડશે........ "તું આ પ્રતિજ્ઞા નહીં લે તો હું તારે ઘેરથી ભિક્ષા નહીં લઉં, વગેરે કહીને મને પરાણે પ્રતિજ્ઞા આપી. હું એ પ્રતિજ્ઞાનું પાલન કરી શક્યો નહીં અને મારી પ્રતિજ્ઞાનો ભંગ થઈ ગયો.”
-
૧
અહીં પ્રતિજ્ઞા લેનાર જેટલો દોષિત નથી એટલો પ્રતિજ્ઞા આપનાર દોષિત છે. વ્રત, નિયમ અને પ્રતિક્ષા આપવાનું કામ ગીતાર્થ સાધુ પુરુષોનું છે. વ્રત આપતી વખતે વ્રત ધારણ કરનારના પારિવારિક સંજોગ, તેનું મનોબળ, વ્યવસાય વગેરે ઘણી ઘણી બાબતો ધ્યાનમાં લેવાની હોય છે.
|
વ્રત લેનારાઓને ખૂબ જ ગંભીરતાપૂર્વક વિચારવા માટે ગ્રંથકાર શ્રી આચાર્યદેવ અનુરોધ કરે છે. “તું સ્વશક્તિમાો—" કહ્યું છે એમણે. વ્રતધારણ ક૨ના૨ે પોતાની શક્તિનો વિચાર સૂક્ષ્મતાથી કરવો જોઈએ. “હૈં” નો અર્થ ટીકાકાર આચાર્યશ્રીએ "અતિસૂક્ષ્માભોળેન" કર્યો છે. સ્વશક્તિની આલોચના અતિસૂક્ષ્મ આભોગથી કરવાનું કહ્યું છે. ” આભોગ” એટલે ઉપયોગ. મન પ્રત્યે અતિ સૂક્ષ્મ ઉપયોગથી જોવાનું છે; મનને ઉપરછલ્લી રીતે જોવાનું નથી. મનની ગતિવિધિઓને અતિસૂક્ષ્મતાથી જોવી જોઈએ. વ્રતોનું પાલન કરવાની યોગ્યતા આપણા મનમાં છે કે નહીં એ વાતનો નિર્ણય કરવો જોઈએ. જો વ્રતપાલનની ક્ષમતા-તૃઢતા મનમાં હોય તો જ વ્રત ગ્રહણ કરવું જોઈએ, નહીંતર નહીં, કારણ કે સ્વશક્તિની આલોચના . કર્યા વગર વ્રત લેવાથી વ્રતભંગ થવાની પૂરી સંભાવના રહે છે. વ્રતભંગથી અનર્થ થાય છે, ખૂબ ભારે અહિત થાય છે.
આ સૃષ્ટિથી આચાર્યદેવે આઢર શ્રેષ્ઠીને અને નરવીરને વ્રત સ્વીકાર કરતાં પૂર્વે ગંભીરતાથી વિચારવા કહ્યું હતું. વ્રતોનું સ્વરૂપ સમજાવ્યું, વ્રત ગ્રહણ કરવાની વિધિ પણ સમજાવી. વ્રત સ્વીકારવાના ભાવ પણ બંનેના હૃદયમાં પેદા કરી દીધા. પરંતુ જેવા એ બે જણા વ્રત ગ્રહણ કરવા તત્પર થયા કે તરત જ પોતપોતાની શક્તિની પર્યાલોચના કરવા પ્રેર્યા. "પોતાની શક્તિનો ગંભીરતાથી વિચાર કરી લ્યો કે શું હું વ્રતોનું પાલન કરી શકીશ ?”
પ્રાયઃ એવું જોવામાં આવે છે કે જે વ્રત મનુષ્ય લે છે તે વ્રતનો ભંગ થવાના સંજોગો કદીક ને કદીક તો આવી જાય છે. કસોટીનો સમય આવી જ જાય છે ! એવા પ્રતિકૂળ સંજોગોમાં વ્રતપાલનમાં દૃઢ રહેવું એ મુશ્કેલ જ નહીં પરંતુ અતિ મુશ્કેલ છે, એટલે ભવિષ્યમાં વ્રત ભંગના કેવા કેવા સંજોગો આવી શકે છે અને એ સંજોગોમાં વ્રતપાલનની દૃઢતા ટકી રહેશે કે નહીં એ વિચારવાનું હોય છે. જો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org