________________ 212 શ્રાવક જીવન હું આત્મા છું. શરીર નથી” એ વાત મનમાં ઊંડી ઊતરી જવી જોઈએ. આ વાત હૃદયમાં ઊતય સિવાય જ્ઞાનવૃષ્ટિ જ ખૂલતી નથી. આ વાત સમજ્યા પછી આત્મપ્રીતિ વધવી જોઈએ. અને દેહાસક્તિ તૂટવી જોઈએ. પૌષધવ્રતમાં આ કામ સરળતાથી થઈ શકે છે. સભામાંથી : આજકાલ તો અમે જોઈએ છીએ કે પૌષધિવ્રત કરનારા ક્રિયાકાંડના અભાવમાં ઘેરી નિદ્રા લે છે, અથવા તો ગપ્પાં મારે છે ! મહારાજશ્રી એનું કારણ છે અજ્ઞાન! જ્ઞાન વગરની ક્રિયા! ક્રિયા કરે છે પરંતુ એ લોકોને જ્ઞાન હોતું નથી. આથી તેઓ ક્રિયાજડ બની ગયા હોય છે. ક્રિયા પણ પ્રાયઃ વિધિપૂર્વક કરતા નથી ! છતાં પણ ક્રિયા કરવાનું અભિમાન કેટલું હોય છે? આવા લોકોનું અનુકરણ ન કરવું. એવા લોકોનું અનુકરણ કરવાથી તમે લોકો પણ એવા ક્રિયાજડ બની જશો. જ્ઞાનની સાથે ક્રિયાને જોડો. તમે જ્યારે પૌષધદ્રત કરી ત્યારે પ્રમાદ ન કરો. વિકથાઓ ન કરો. રાગદ્વેષની વૃદ્ધિ થાય એવું કશું ય ન કરો: આવશ્યક ક્રિયા કલાપો સિવાય કશું કરવાનું નથી. સિવાય કે જાપ-ધ્યાન, સ્વાધ્યાય, દેહાસક્તિ તોડવા માટે માનસિક પુરુષાર્થ કરવાનો છે. અનાસક્ત મહાત્મા રાજા ગુણસેન : એવો પુરુષાર્થ કરવાનો છે કે શરીર ઉપર કષ્ટ પડવા છતાં પણ "આ કષ્ટ મારા ઉપર નહીં, પરંતુ મારા શરીર ઉપર વરસી રહ્યાં છે, હું તો વિશુદ્ધ આત્મા છું" એવું ચિંતન ચાલતું રહે અને મન સમાધિમાં રહે. "સમરાદિત્ય કેવલી ચરિત્ર”માં સમરાદિત્યનો પહેલો ભવ રાજા ગુણસેનનો બતાવવામાં આવ્યો છે. રાજા ગુણસેન આચાર્ય વિજયસેન પાસેથી ધર્મ પામે છે. આત્મા અને શરીરનું ભેદ જ્ઞાન એમને થાય છે. રાજા ગુણસેન પ્રત્યે તીવ્ર દ્વેષભાવ રાખનારો અગ્નિશમ મરીને વિદ્યુકુમાર દેવોમાં દેવ થાય છે. દેવ થયા પછી તે વિચાર કરે છે. "મેં પૂર્વજન્મમાં એવું કયું કર્મ કર્યું હશે કે જેનાથી મને આ દિવ્યા વિભૂતિ પ્રાપ્ત થઈ?” તેણે પોતાનો પૂર્વજન્મ જોયો અને તેના મનમાં રાજા ગુણસેન પ્રત્યેનો દ્વેષ ઉભરાઈ આવ્યો. જે સમયે દેવે ગુણસેનને જોયા ત્યારે ગુણસેન મહેલના એક વિશુદ્ધ ખંડમાં "કાર્યોત્સર્ગ ધ્યાન માં સ્થિર ચિત્તે ઊભા હતા. રાત્રિનો સમય હતો, દેવે એ મહાત્મા ગુણસેન ઉપર ગરમ-ગરમ ધૂળની વર્ષા કરી: ક્રોધથી દેવનું મન મૂઢ બની ગયું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org