SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - ૧ ૧૦૧ શિક્ષાપદ "શિક્ષા” એટલે સાધુધર્મનો અભ્યાસ. આ અભ્યાસમાં ચાર પદ , એટલે ચાર સ્થાન છે. પ્રથમ સ્થાન છે, સામાયિક. ટીકાકાર આચાર્યદવે અહીં "સામાયિક”ના ત્રણ અર્થ કર્યા છે. મોક્ષમાર્ગની આરાધનામાં સમાન સામર્થ્યવાળા ત્રણ તત્ત્વો-સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની પ્રાપ્તિ, એટલે કે સામાયિક. આ પ્રથમ અર્થ છે. રાગ અને દ્વેષની વચ્ચે મધ્યસ્થ રહીને જીવ સમ્યગુદર્શન, જ્ઞાન અને ચારિત્રની પ્રાપ્તિ કરે. આ સામાયિકનો બીજો અર્થ છે. ત્રીજો અર્થ છે, સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવની પ્રાપ્તિ. આ ત્રણે અર્થ "સમાય.” શબ્દમાંથી ઉદ્ભવેલા છે. કેટલા સારા અર્થો બતાવ્યા છે, ટીકાકાર આચાર્યશ્રી એ ! પાપ-પ્રવૃત્તિનો ત્યાગ કરીને નિરપદ્ય-નિષ્પાપ યોગાનુષ્ઠાન રૂપ જીવપરિણામ સામાયિક છે. બી શિક્ષાપદ છે પૌષધ-ઉપવાસ. જે આત્મભાવને પુષ્ટ કરે તે પૌષધ. અષ્ટમી. ચતુર્દશી વગેરે પર્વના દિવસોમાં દોષોથી મુક્ત બનીને ગુણો સાથે રહેવું એને ઉપવાસ કહે છે. કહેવાયું છે કે : उपावृत्तस्य दोषेभ्यः सम्यग्वासो गुणैः सह । उपवासःस विज्ञेयो न शरीरविशोषणम् ॥ "દોષો” થી મુક્ત બનીને ગુણો સાથે સારી રીતે રહેવું, તેને "ઉપવાસ” કહેવામાં આવે છે. શરીરશોષણને ઉપવાસ ન માનવો. પૌષધમાં ચાર ગુણો સાથે રહેવાનું હોય છે. ૧. શરીર શુદ્ધિ. શરીર શોભા ન કરવી. ૨. બ્રહ્મચર્યનું પાલન કરવું. ૩ ધંધો-વ્યાપાર ન કરવો. ૪. આહાર-ભોજનનો સર્વથા યા આંશિક ત્યાગ કરવો. પૌષધોપવાસનો અભ્યાસ સાધુધર્મનો અભ્યાસ છે. ત્રીજું શિક્ષાપદ છે "દેશાવકાશિક” પહેલાં ગ્રહણ કરેલાં દિશાપરિમાણવ્રતનું પ્રતિદિન સ્મરણ કરીને પ્રત્યાખ્યાન કરવું, પચખાણ કરવું એ દેશાવકાશિક નામનું શિક્ષાપદ છે. વીતરાગ પરમાત્માના શાસનમાં રહેનાર સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા અતિથિ છે. આ અતિથિઓ ઘેર આવી ચડતાં ભક્તિથી ઊભા થવું જોઈએ, તેમને બેસવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004541
Book TitleShravaka Jivan Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy