________________
૯૧
ભાગ - ૧
પછી શ્રેષ્ઠીએ કહ્યું ” મહારાજ, આપ મારા છ પુત્રોને મુક્ત કરવા ઈચ્છતા ન હો તો પાંચ પુત્રોને ક્ષમા કરીને મુક્ત કરવાની કૃપા કરો.” રાજાએ ન માન્યું. તો શ્રેષ્ઠીએ ફરીથી કહ્યું : “કૃપાનાથ, પાંચ નહીં તો ચાર પુત્રોને મુક્ત કરવાની કૃપા કરો.” રાજાએ ન સ્વીકાર્યું. મારા નાથ, ચાર નહીં તો ત્રણ પુત્રોને અભયદાન આપો.” પથ્થરદિલના રાજાએ નું માન્યું. શ્રેષ્ઠીએ કહ્યું : “હે રાજેશ્વર, ત્રણ નહીં તો બે પુત્રોને મુક્ત કરો.” રાજા માનતો નથી. તો કરગરતાં શ્રેષ્ઠીએ કહ્યું "આપને હું ભગવાન માનું છું.......મારી ઉપર કૃપા કરી અને એક પુત્રને તો મુક્ત કરી જ, નહીંતર હું સંતાનહીન થઈ જઈશ. મારું જીવતર વ્યર્થ થઈ જશે...જીવન વ્યર્થ તો થઈ જ ગયું છે.”
મંત્રીમંડળે રાજાને વિનંતી કરી; રાજાએ એક પુત્રને મુક્તિ આપી. શ્રેષ્ઠી ઉદાસીન ભાવથી એક પુત્રને પોતાની સાથે લઈને ઘેર આવ્યો. "પાંચ પુત્રોનો વધ થશે” એ વિચાર "મારો એક પુત્ર બચી ગયો” એ વાતનો આનંદ થવા દેતો નથી. એક ગંભીર દુખ બીજા સામાન્ય દુઃખની અનુભૂતિ થવા દેતું નથી. પાંચ પુત્રોની મુક્તિ ન થવાથી ગહન દુઃખ હતું શ્રેષ્ઠીના ર્દયમાં ભરપૂર પ્રયત્નો કરવા છતાં તે પોતાના બધા પુત્રોને બચાવી શક્યો નહીં. તેને દરેક પુત્ર ઉપર પ્રેમ હતો. આથી તેનું દય વ્યથિત થયું. એક પુત્ર બચી જવા છતાં તે એ વાતની ખુશી અનુભવી શકતો ન હતો. એક પુત્રને બચાવ્યો એનો અર્થ એવો નથી કે પાંચ પુત્રોની હત્યામાં તેણે સહમતિ - અનુમતિ આપી દીધી! તે તેમને બચાવવા માગતો હતો. પાંચ પુત્રોને બચાવી શક્યો નહીં. એમાં પાંચ પુત્રોના વધમાં અનુમતિનો પ્રશ્ન જ ઊભો થતો
નથી !
હવે આ વાતનો ઉપનય બતાવું છું. * વસંતપુર એટલે સંસાર. * રાજા એટલે શ્રાવક (ગૃહસ્થ) * શ્રેષ્ઠી એટલે ગુરુ. * છ પુત્રો એટલે જીવનિકાય (પૃથ્વીકાયાદિ) ગુરુ પોતાના પુત્ર સમાન ષજીવનિકાયના જીવોની હિંસા કરતા ગૃહસ્થનેશ્રાવકને સમજાવે છે. એટલે કે સાધુધર્મ સ્વીકારી ષજીવનિકાય (પૃથ્વીકાય, આપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય) ના જીવોને પૂર્ણ અભયદાન દેવા રૂપે સાધુધર્મનો સ્વીકાર કરવા સમજાવે છે, છતાં ગૃહસ્થ સમજતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org