________________
૩s
શ્રાવક જીવન અવશ્ય કરો.
સભામાંથી એક ધર્મક્રિયા જ્યારે "રુટીન” બની જાય છે ત્યારે તેમાં નિરસતા આવી જાય છે!
મહારાજશ્રી ના, એવું નથી. જે ક્રિયા આપણે પ્રેમથી કરતા નથી. સતત કરતા નથી, વિધિપૂર્વક કરતા નથી. અર્થજ્ઞાનની સાથે કરતા નથી, એ ધમક્રિયાના ફળનો વિચાર કરતા નથી ત્યારે તે “રુટીનવી લાગે છે અને તેમાં નિરસતા આવે છે. દુકાન પર આવવું....પૈસા કમાવાશું રુટીનવર્ક નથી ? પરંતુ જેમ જેમ પૈસા મળતા જાય છે તેમ તેમ પૈસા કમાવાનો રસ વધતો જાય છે, જે વાસ્તવમાં જોઈએ તો જે ક્રિયામાં આપણને લાભ પ્રાપ્તિ દેખાય છે તે ક્રિયા રટીન બની જાય છે. અને એ કાર્યમાં આપણને આનંદ મળે છે. ધર્મક્રિયામાં આપણને "લાભ” દેખાવો જોઈએ. કંઈ પ્રાપ્તિ દેખાવી જોઈએ. તો આનંદનો અનુભવ થશે. સૌથી મોટો લાભ થાય છે વિમલ નિર્મલ ભાવોનો ! ચિત્ત નિર્મલ ભાવોથી પૂર્ણતયા ભરાઈ જાય છે ! આ છે ધર્મ, આ છે ધર્મનું ફળ ! ધર્મક્રિયામાં એકાગ્રતા અને અર્થજ્ઞાન જોઈએ ?
ધર્મક્રિયા પ્રત્યે પ્રીતિનો ભાવ હશે તો મન એકાગ્ર બનશે. જ્યાં પ્રેમ હોય છે ત્યાં એકાગ્રતા આવે જ છે, અને ત્યાં મન એકાગ્ર બને જ છે. ધર્મક્રિયા સાથે મનનું જોડાણ અતિ મહત્ત્વપૂર્ણ છે. જે તે ધર્મક્રિયાઓના ભાવમાં મનને જોડવું જોઈએ.
જે ઘમક્રિયાઓ સાથે મન જોડાઈ જાય છે તો ક્રિયા “અમૃતક્રિયા બની જાય છે. ક્રિયા કરનારનું દયે આનંદથી ભરાઈ જાય છે. એના આત્મામાં વિમલભાવરૂપ ધર્મ ઉત્પન્ન થાય છે.
પરંતુ ધર્મક્રિયામાં મન ત્યારે જ ડૂબશે કે જ્યારે તે તે ધર્મક્રિયાનાં સૂત્રોના અર્થભાવાર્થનું જ્ઞાન હશે. આપણી તમામ ધર્મક્રિયાઓનાં સૂત્રો સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં છે. વધારે પ્રમાણમાં પ્રાકતમાં છે. બે ત્રણ સૂત્રો ગુજરાતી ભાષામાં છે. તમને-ગૃહસ્થોને તો પ્રાકૃત ભાષાનું જ્ઞાન જ નથી. તમે કેવી રીતે એ સૂત્રોનો ભાવાર્થ સમજી શકશો? એટલા માટે સૂત્રોનું અર્થજ્ઞાન વ્યવસ્થિત રૂપે ગ્રહણ કરવું જોઈએ. ધાર્મિક પાઠશાળાઓમાં પણ અર્થજ્ઞાન વિશેષ રૂપે આપવું જોઈએ.
પ્રત્યેક ધર્મક્રિયાનો પ્રાણ હોય છે સૂત્ર. સૂત્રોનું ઉચ્ચારણ અને શુદ્ધિ પણ વિશેષ મહત્ત્વ ધરાવે છે. ઉચ્ચારણ સ્પષ્ટ હોવું જોઈએ. અશુદ્ધિઓ એમાં ન હોવી જોઈએ. શુદ્ધ અને સ્પષ્ટ સૂત્રોચ્ચારની સાથે અર્થનો ઉપયોગ હોવો જોઈએ. તે પછી જમીનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org