________________
૧૫૬
શ્રાવક જીવન આજ આ યુગમાં પણ એવા શ્રાવકો છે કે જેમણે ૨૫ વર્ષ પૂર્વે પાંચ લાખ રૂપિયાનું પરિગ્રહ-પરિમાણ વ્રત લીધું હતું, તેમની પાસે પાંચ લાખ રૂપિયા થઈ ગયા! પાછળથી કમાવાની અનેક તકો મળી, પરંતુ ન કમાયા. મોંઘવારી વધવા છતાં પણ તેમણે કોઈ રસ્તો વ્રતમાંથી ન કાઢયો.
એક શ્રાવકને હું જાણું છું. પાંચ લાખ રૂપિયાની તેમની મર્યાદા છે. પરિગ્રહ પરિમાણવ્રત લીધું ત્યારે તે નોકરી કરતા હતા. પાછળથી પુણ્યોદયે મોટા વેપારી બન્યા.....પાંચ લાખ કમાઈ લીધા. પાંચ લાખ કમાયા પછી જ્યારે જ્યારે તે વધારે કમાયા તો તે રૂપિયા તેમણે ધર્મકાર્યમાં વાપરી નાખ્યા. કોઈવાર પાદવિહારી સંઘ કાઢયો, કોઈવાર મંદિરમાં પ્રતિષ્ઠા કરાવીને બે લાખ ખર્ચી નાખ્યા....તો કોઈવાર અનુકંપા-જીવદયાનાં કાર્યોમાં ત્રણ-ચાર લાખ રૂપિયા ખર્ચી કાઢ્યા, પરંતુ તેમણે પાંચ લાખ ઉપર પોતાને માટે એક રૂપિયો પણ રાખ્યો નથી.
આ વ્રતથી સંગ્રહ વૃત્તિ નાશ પામે છે. અને પરોપકારનાં અનેક કાર્યો આ વ્રતથી થઈ જાય છે,
સભામાંથીઃ આજ કાલ અમે લોકો પાંચ લાખની મર્યાદા કરી શકતા નથી.
મહારાજશ્રી પચાસ લાખની મર્યાદા કરવી છે? કરી લો ઊભા થઈને ! છે તૈયારી ? પરંતુ પચાસ લાખ કમાયા પછી જ્યારે દશ-વીસ લાખ કમાશો ત્યારે તે રૂપિયા શુભકાર્યોમાં, ધર્મકાર્યોમાં ખર્ચ કરવા તૈયાર થશે ને? પૂછી જુઓ તમારા મનને! લીધેલા વ્રતમાં અડીખમ ટકી રહેવું એ સરળ કામ નથી ! વેપાર છે, અચાનક દશ લાખ રૂપિયા વધી ગયા ? તો એ દશ લાખ રૂપિયાને શુભ કાર્યમાં ખર્ચવા મન માનશે? પરિગ્રહ વૃત્તિ પ્રબળ હશે તો નહીં કરી શકો.
સભામાંથી ભાઈ અથવા પત્નીને નામે કરી દે છે.
મહારાજશ્રી ઃ હવે સાચું બોલ્યા! પત્નીના નામ ઉપર યા પુત્રના નામ ઉપર કરી દેવામાં તકલીફ તો નથી થતી ને ! માલિક તો તમે જ રહો છો ને ? જેમ કે ઈન્કમટેક્ષ બચાવવા માટે કેટલી ફાઈલો બનાવો છો ? પત્નીની ફાઈલ, બે ત્રણ પુત્રો હોય તો તેમની ફાઈલો ! માતા-પિતા હોય તો તેમની પણ ફાઈલો; કારણ કે તમારે વધારે ટેક્ષ ભરવો ન પડે, પણ તમામ ફાઈલોના માલિક તો તમે જ છો ને? એમ મયદા કરતાં વધારે પૈસા હોય તે ભલે પત્નીના નામ ઉપર હોય, વ્રતભંગથી બચી જાઓ પણ અતિચાર તો લાગે જ છે !
પરિગ્રહ પરિમાણનું નિષ્ઠાપૂર્વક પાલન કરવામાં આવે તો સત્કાર્યો કરવામાં ઘણી સરળતા રહે છે – જો પુણ્યકર્મનો ઉદય થઈ જાય તો. ઇતિહાસ-પ્રસિદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org