________________
ભાગ ૧
પ્રાણીઓ, ૮. દ્વિપદ જીવ, અને ૯. કુષ્ય.
પાંચ અતિચારોમાં આ નવ વસ્તુઓનો સમાવેશ થઈ જ જાય છે. બીજા વ્રતોના અતિચાર પણ પાંચ-પાંચ બતાવવામાં આવ્યા છે, એટલા માટે આ વ્રતના પણ પાંચ અતિચાર બતાવવામાં આવ્યા છે.
૧૫૫
પરિગ્રહ પરિમાણનું પ્રયોજન :
જ્યારે વ્રતોનું મહત્ત્વ, પ્રયોજન સમજશો ત્યારે જ અતિચારોથી બચી શકશો. "ઓછામાં ઓછી આવશ્યકતા” એ જીવનનું સૂત્ર હશે તો “પરિગ્રહ-પરિમાણ” કરવામાં મજા આવશે. અને બાહ્ય પરિગ્રહની સાથે આંતર-પરિગ્રહ ઓછો કરવાનો સર્વદા ખ્યાલ રાખવો પડશે. આંતર-પરિગ્રહ છે મૂર્છા અને મમત્વ, આસક્તિ અને અનુરક્તિ. આંતરપરિગ્રહથી મુક્તિ પામવા માટે બાહ્ય પરિમાણ કરવું આવશ્યક
છે.
જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે મમત્વનો ભાર સર્વ ભાર કરતાં વધારે છે. મમત્વ એ જ પરિગ્રહ છે. મુા શિહો વુત્તો ।" એવું જિન વચન છે. એક વસ્તુનું મમત્વ પણ જીવને ડુબાડી દે છે. હલકી વસ્તુ ઉપર આવે છે, ઉપર આવવું હોય તો ભાર ઓછો કરવો જ પડશે. મમત્વનો ભાર ઓછો કરવો પડશે.
મમત્વથી થોડો પણ મુક્ત જીવ ઊર્ધ્વગતિ, દેવગતિ પામે છે. સંપૂર્ણતયા મમત્વ-મુક્ત બનતાં જ જીવાત્મા વીતરાગ બનીને મોક્ષ પામી લે છે.
જે ચક્રવર્તી રાજા રાજ્યનો ત્યાગ કરીને સાધુ બની જાય છે, તે દેવગતિ યા મોક્ષ પામે છે અને જે રાજ્યનો ત્યાગ કરતો નથી, ાંજ્યના મમત્વ સાથે મરે છે; તે નરકમાં જાય છે ! આ વાત ઉપરથી તમે સમજી શકશો કે આંતર પરિગ્રહની કેટલી શક્તિ છે ! પરિગ્રહ-પરિમાણ વ્રતનું પ્રયોજન આ જ છે કે આંતર પરિગ્રહથી મુક્ત થઈને ઊર્ધ્વગતિ પ્રાપ્ત કરવી. પરિગ્રહ-પરિમાણથી ઇચ્છાનિરોધ :
જે સમયે મન સ્વસ્થ અને વિવેકી હોય તે સમયે સમજી વિચારીને પરિગ્રહ પરિમાણ નિશ્ચિત કરીને પ્રતિજ્ઞા દ્વારા મનને બાંધી લેવું જોઈએ. કારણ કે મન સર્વદા સ્વસ્થ અને વિવેકી રહેતું નથી. એકવાર તે પ્રતિજ્ઞાથી બંધાઈ જાય છે તે પછી તે વધારે ચંચળ બની શકતું નથી. ભૌતિક સુખોની નિત્યનવી ઈચ્છાઓ તો ઉત્પન્ન થતી જ રહે છે ! એ ઇચ્છાઓનો વ્રતને લીધે વિરોધ થાય છે. અને ઈચ્છા નિરોધ એક પ્રકારનું મહાન તપ છે, આ તપથી પાપકર્મોની નિર્જરા થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org