________________
ભાગ ૧
સમ્યકત્વનો મહિમા ઃ
સમ્યકત્વ-સમ્યગ્દર્શનનો મહિમા સમજનારા માણસો જ આ શંકા વગેરે પાંચ દોષોથી બચવાનો પ્રયત્ન કરે છે. સમ્યકત્વનો મહિમા બતાવતાં આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ "સમરાઇચ્ચ કહા” માં કહ્યું છે :
-
૧૦૭
तओ तम्मि पत्ते समाणे से जीवे बहुयकम्ममल मुक्के, आसन्ननियसरुवभावे पसन्ने संविग्गे निव्विण्णे अणुकंपापरे जिणवयण रुई आवि हवइ ॥ જ્યારે જીવ સમ્યગ્દર્શન ગુણ પામે છે ત્યારે તે
૧. ઘણા કર્મોથી મુક્ત બને છે.
૨. અલ્પકાળમાં આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરનારો બને છે.
૩. પ્રસન્નચિત્ત બને છે.
૪. સંવિગ્ન બને છે, એટલે કે વિશુદ્ધ પરમાત્મસ્વરૂપ, ગુરુસ્વરૂપ અને ધર્મ સ્વરૂપને જાણનારો અને શ્રદ્ધાળુ બને છે.
૫. નિર્વેદવાળો બને છે, એટલે કે સંસારનાં સુખોમાંથી વિરક્ત બને છે. ૬. અનુકંપાયુક્ત દયાળુ બને છે.
૭. જિનવચનોમાં એની અભિરુચિ વધે છે.
આવો આત્મા કર્મોના શુભ-અશુભ વિપાકોને જાણતાં સર્વકાળ અપરાધી પ્રત્યે પણ સ્વાભાવિકતાથી ક્રોધ કરતો નથી. ઉપશમ ભાવમાં રહે છે. આવો આત્મા (સમ્યકત્વધારી) આયુષ્ય કર્મનું બંધન કરે છે તો અવશ્ય એ વૈમાનિક દેવલોકનું આયુષ્ય બાંધે છે. તેની દુર્ગાત થતી નથી.
એટલા માટે સમકત્વને, સમ્યક્ દર્શનને શંકા-આદિ દોષોથી બચાવતા રહો એ જ મંગલ કામના.
આજ બસ, આટલું જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org