________________
૧૭૬
શ્રાવક જીવન
જીવતો નથી. પાણી ઉકાળવા છતાં તેનો જીવ પ્રેમ અખંડ રહે છે. તે પાણીના એક બિંદુનો પણ દુરુપયોગ નહીં કરે.
કોઈની ય આલોચના ન કરો, સ્વયં શ્રાવક બનો !
સભામાંથી ઃ આપ કહો છો તેવા શ્રાવકો તો દેખાતા જ નથી !
મહારાજશ્રી નથી દેખાતા તો તમે એવા શ્રાવક થઈ જાઓ ! તમને સારા શ્રાવક જોઈને બીજા લોકો પણ સારી પ્રેરણા લેશે અને તેઓ શ્રાવક બનશે !
હું જે શ્રાવકના ભોજનની વાત કરું છું તે બીજા શ્રાવકોની આલોચનાનિંદા કરવા માટે નથી કરતો, પણ તમે લોકો જો શ્રાવક બનવા ઈચ્છો તો તમારું ભોજન કેવું હોવું જોઈએ તેનું માર્ગદર્શન આપું છું. બીજામાં જે ગુણ ન હોય તે ગુણ તમારામાં હોઈ શકે છે !
આપણી વાત શ્રાવક જીવનના વિશેષ ધર્મ અંગે ચાલી રહી છે. વિશેષ ધર્મ તો બધા લોકો સ્વીકારી શકતા નથી ! ઘણા અલ્પ લોકો જ વિશેષ ધર્મની આરાધના કરી શકે છે, અને તેમની આરાધના બીજા લોકોની નજરમાં આવે જ, એવો નિયમ નથી. જે ગુણવૃષ્ટિવાળા લોકો હોય છે, તેઓ જ જોઈ શકે છે. દોષવૃષ્ટિ લોકોને કોઈ પણ વ્યક્તિમાં ગુણ દેખાતા જ નથી.
શ્રાવક અચિત્ત ભોજન જ પસંદ કરે છે. કોઈ વિશેષ પરિસ્થિતિમાં સચિત્ત ભોજન કરવું પડે છે તો તેના હૃદયમાં દુઃખ થાય છે. તે બીજાંને દુઃખ નથી આપતો.
બીજાંને તો તેનું સચિત્ત ભોજન દેખાશે ! તેની પરિસ્થિતિનો અંદાજ લગાવ્યા વગર તેની આલોચના–ટીકા કરવા લાગશે.
ભોજનમાં કોઈ એકાન્ત નિયમ નથી હોતો; એટલા માટે "પ્રશમતિ” માં ભગવાન ઉમાસ્વાતિજીએ કહ્યું છે ઃ
देशं कालं पुरुषमवस्थामुणयोग-शुद्धि परिणामान् । प्रसमीक्ष्यभवति कल्प्यं नैकान्तात् कल्प्यते कल्प्यम् ॥
કેવું ભોજન કલ્પ્ય અને કેવું અકલ્પ્સ, એનો નિર્ણય દેશ, કાળ, વ્યક્તિ, અવસ્થા, ઉપયોગ-શુદ્ધિ અને મનના પરિણામને આધારે કરવો જોઈએ. એકાન્તતઃ કલ્પ્ય નથી, અકલ્પ્ય નથી. આ સિદ્ધાંત તમે લોકો જાણતા નથી. એટલા માટે સમાજમાં ભારે ગરબડ થઈ રહી છે, શ્રાવક બનવા માટે આ તમામ વાતો સારી રીતે સમજવાની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org