SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૭ ભાગ હવે હું તમને ભોગોપભોગ-વિરમણ વ્રતના પાંચ અતિચારો બતાવું છું. આ વ્રતના પાંચ અતિચાર ઃ ૧. સચિત્ત વસ્તુનો ત્યાગ કર્યા પછી ભૂલથી ચિત્તભક્ષણ ન થાય તેનો ખ્યાલ રાખવો. ભૂલથી ચિત્ત-ભક્ષણ થવાથી અતિચાર લાગે છે. . ૨. ૧ સચિત્ત વસ્તુની સાથે સંબદ્ધ અચિત્ત વસ્તુ ખાવાથી પણ અતિચાર લાગે છે, એટલા માટે એવી વસ્તુ ન ખાવી જોઈએ. ૩. સચિત્ત-અચિત્ત મિશ્ર વસ્તુ ખાવાથી પણ અતિચાર લાગે છે. ૪. ચિત્ત પદાર્થ અર્ધપક્ષ હોય, પૂરો પાડ્યો ન હોય એવો પદાર્થ ખાવાથી અતિચાર લાગે છે, તેથી અર્ધપક્વ ભોજન ન ખાવું જોઈએ. ૫. જે વસ્તુ ખાવાથી તૃપ્તિ નથી થતી, એવી વસ્તુ ખાવાથી પણ અતિચાર લાગે છે. એવી વસ્તુઓ ન ખાવી જોઈએ. ખાવામાં સાવધાની આવશ્યક : રાંધ્યા વગરના ચોખા વગેરે ન ખાવા જોઈએ.” અનાજ તો અચિત્ત છે” એવું વિચારીને પણ ન ખાવા જોઈએ. વૃક્ષો સચેતન હોય છે, એના ઉપરનાં પરિપક્વ ફળોને અચિત્ત સમજીને ન ખાવાં જોઈએ. જેમ કે “ખજૂર તો અચિત્ત છે, તે ખાઈશ અને તેનું બીજ-ઠળિયો-ફેંકી દઈશ” એવું સમજીને ન ખાવી જોઈએ. આ રીતે કેરી વગેરે ફળો અંગે પણ સમજવાનું છે. સચિત્ત પ્રતિબદ્ધ આહાર ન કરવો જોઈએ. જો તમે સચિત્તનો ત્યાગ કર્યો છે તો ! અર્ધ પાકેલું, અર્ધ કાચું ધાન, ફળ વગેરે ન ખાવાં જોઈએ. ચોખા, ઘઉં, કાકડી વગેરે અર્ધપક્વ ખાવાથી (અચિત્ત માનીને) અતિચાર લાગે છે. જે વસ્તુનો ત્યાગ કર્યો હોય – પ્રતિજ્ઞાથી ત્યાગ કર્યો હોય, એનો ભોગ-ઉપભોગ કરવાથી અતિચાર લાગે છે. આ ભોગોપભોગ અજાણપણે કરવાથી પણ અતિચાર લાગે છે. જાણી જોઈને કરવાથી તો વ્રત ભંગ થઈ જાય છે. તુચ્છ-અસાર ઔષધિ (અપક્ષ)નું ભક્ષણ કરવાથી અતિચાર લાગે છે. જેનાથી તૃપ્તિ ન થાય તેવું ભોજન કરવાથી પણ અતિચાર લાગે છે. શ્રાવકે તુચ્છ ફળો વગેરેનું ભક્ષણ ન કરવું જોઈએ. રસનેન્દ્રિયની લોલુપતા વધે એવું ભોજન ન કરવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004541
Book TitleShravaka Jivan Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy