________________
૧૯૮
શ્રાવક જીવન
નિર્જરા થાય છે. એટલે કે પાપ કર્મોનો નાશ થાય છે. પરમાત્મપૂજા, ગુરુસેવા, સુપાત્રદાન, અનુકંપાદાન....વગેરે ધર્મક્રિયાઓથી પુણ્યબંધ વિશેષ રૂપે થાય છે, એટલા માટે પ્રતિદિન એક સામાયિક તો કરવું જ જોઈએ !
ખાસ કરીને જ્યારે આપણા ગામ-નગરમાં સાધુ પુરુષોનો સમાગમ ન થાય ત્યારે તો અવશ્ય સામાયિક કરવું જોઈએ. સમૂહમાં પણ સામાયિક કરી શકો છો. ૪૮ મિનિટ તો દુનિયાનો પ્રપંચ છોડવો જ જોઈએ. અને પોતાના આત્મા માટે કંઈક ક૨વું જોઈએ. ૪૮ મિનિટની નવરાશ કાઢવી જ જોઈએ, ભલે ને તમે મોટા ઉદ્યોગપતિ હો કે નોકરી કરનારા હો. તમે સામાયિક શરૂ કરો.....છ માસ સુધી નિરંતર કરતા રહો. પછી તમે તમારો અનુભવ મને બતાવો—પછી તમે સામાયિક વગર રહી નહીં શકો. તમને સામાયિકની લગની લાગી જશે. તમે અપૂર્વ શાન્તિનો અનુભવ કરશો.
તમને સામાયિક વ્રતથી શાન્તિ-સમતા અને પ્રસન્નતા પ્રાપ્ત થાઓ અને તમે સમતાયોગી બનીને સર્વજ્ઞ-વીતરાગ બનો એ જ મંગલ કામના. આજ બસ, આટલું જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org