________________ 234 શ્રાવક જીવન પાંચમો અતિચાર છે અન્ય ધાર્મિકોની સેવા કરવી, સ્વયંના ધર્મગુરુઓની સેવા ન કરવી. જ્યારે મિથ્યાત્વનો ભાવ આત્મામાં ઉદિત થાય છે ત્યારે આ બધી બાબતો મનુષ્યના જીવનમાં આવે છે. એનાથી સમ્યકત્વ દૂષિત થાય છે. ક્લિષ્ટ કષાયોના ઉદયથી અતિચાર ? જે રીતે મિથ્યાત્વથી સમ્યકત્વ દૂષિત થાય છે, એ રીતે કષાયોના ઉદયથી વ્રત દૂષિત થાય છે. * તીવ્ર ક્રોધ થવાથી પહેલું અણુવ્રત દૂષિત થઈ શકે છે. ક્રોધમાં હિંસા થઈ જવી સ્વાભાવિક છે. એ રીતે ક્રોધમાં મનુષ્ય જૂઠું પણ બોલી શકે છે. એટલે બીજું અણુવ્રત દૂષિત થાય છે. * તીવ્ર માન–કષાયના ઉદયથી પણ હિંસા વગેરે પાપોનું આચરણ થઈ જાય છે. * તીવ્ર માયા કરવાથી ત્રીજું, ચોરી ન કરવાનું અણુવ્રત દૂષિત થાય છે. અસત્ય પણ બોલાય છે.....આ રીતે અણુવ્રતોને અતિચાર લાગે છે. લોભ-કષાયના ઉદયથી કયું વ્રત દૂષિત થતું નથી ? લોભ એટલે કે આસક્તિ, મમત્વ, સ્નેહ વૃદ્ધિ–એવો લોભ પાંચ અણુવ્રતોને અતિચારોથી દૂષિત કરે જ છે. ગુણવ્રતોને અને શિક્ષાવ્રતોને પણ દૂષિત કરે છે. "ક્લિષ્ટ કર્મોના ઉદયથી અતિચાર લાગે છે.” આ ખૂબ મહત્ત્વપૂર્ણ વાત છે. આ વાત બીજા માટે વિચારવાથી, અતિચાર લગાડનારા બીજા લોકો પ્રત્યે અભાવ યા દ્વેષ પેદા નહીં થાય. બીજા વ્રતધારીઓ પ્રત્યે - “આમને ક્લિષ્ટ કર્મોનો ઉદય થયો છેએટલા માટે તેઓ પોતે ગ્રહણ કરેલાં વ્રતોને દૂષિત કરી રહ્યા છે....શું કરે તેઓ? જીવાત્માનો કોઈ દોષ નથી. આ રીતે આપણા મનનું સમાધાન કરવાથી આપણા મનમાં દ્વેષ પેદા થશે નહીં. શાન્તિ રહેશે. પરંતુ આ વિચાર સ્વયં-પોતાના માટે કરવાનો નથી. જ્યારે આપણને અતિચાર લાગે છે ત્યારે અમારાં ક્લિષ્ટ કમના ઉદયથી મારાં વ્રતોને દૂષિત કરું છું.” એવું વિચારવાથી વ્રતોને દૂષિત કરતા જ જશો. કદીય અતિચારોથી બચશો નહીં. અતિચાથી આગળ વધીને અનાચારનું સેવન અને વ્રતભંગ કરી બેસશો. વિચારવામાં બંને દ્રષ્ટિબિંદુ ભિન્ન હોવાં જોઈએ. જે રીતે બીજા માટે વિચારવાનું છે એ રીતે પોતાને માટે નથી વિચારવાનું. આપણી વિચારવાની પદ્ધતિ એવી હોવી જોઈએ કે જેથી બીજાં પ્રત્યે દ્વેષ ન હોય અને પોતાને માટે નિરાશા ન હોય - જૂઠો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org