SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ 210 શ્રાવક જીવન પૌષધવ્રતમાં પાળવાની ચાર વાતોઃ પૌષધવ્રતમાં ચાર વાતોનું પાલન કરવાનું હોય છે. પહેલી વાત છે તપશ્ચયની. ઉપવાસ સાથે પૌષધ કરો તો શ્રેષ્ઠ છે. પરંતુ ઉપવાસ ન કરી શકો તો આયંબિલ કરી શકો છો, અથવા એકાસણું કરી શકો છો. આયંબિલ યા એકાસણું કરવા માટે પોતાને ઘેર જઈ શકો છો, બીજાંને ઘેર પણ જઈ શકો છો. સવાર સાંજે પ્રતિક્રમણ તો કરવાનું જ છે. પ્રતિક્રમણનો સમાવેશ ચાર વાતોમાં નથી. બીજી વાત છે સ્નાનની. જો તમારે સવારે પૌષધ લેવું હોય તો તમારે સ્નાન કરવું જોઈએ નહીં, અને સ્નાન ન કરવાનું હોય તો પરમાત્માની દ્રવ્યપૂજા પણ કરવાની નથી. હા, જો તમારું ગૃહ-મંદિર હોય, અને તમારા સિવાય બીજું કોઈ પૂજા કરનારું ન હોય તો તમે અલ્પજળથી સ્નાન કરીને, પૂજા કરીને પછી પૌષધ લઈ શકો છો. તાત્પર્ય એ છે કે પૌષધ વ્રતમાં શરીરની શોભા, શરીર-શૃંગાર કરવાનો નથી. ત્રીજી વાત છે બ્રહ્મચર્ય પાલનની. પૌષધવ્રતમાં બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે. પરંતુ તેની પહેલાં 12 કલાકનું બ્રહ્મચર્ય પાલન હોવું જોઈએ. જેમ કે દિવસના 12 કલાકનું પૌષધ કર્યું હોય તો સાંજે પ્રતિક્રમણ કરીને પૌષધવ્રત પૂર્ણ કરીને ઘેર જાઓ તો એ રાત્રે પણ બ્રહ્મચર્ય પાલન કરવું જોઈએ. એટલે કે બે રાત અને એક દિવસ બ્રહ્મચર્યનું પાલન હોવું જોઈએ. જેથી તમે પૌષધવ્રતમાં સારી રીતે આત્મ ચિંતન કરી શકો છો. ચોથી વાત છે વ્યાપારની. પૌષધવ્રતમાં તમારે ઘર, દુકાનની કોઈ પ્રવૃત્તિ કરવાની નથી. ઘર અને દુકાનની કોઈ વાત પણ કરવાની નથી. એવા વિચારો પણ કરવાના નથી, પૈસાની લેણદેણ કરવાની નથી, પૈસાને અડકવાનું પણ નથી. સભામાંથી મહિલાઓ તો પૌષધવ્રતમાં પૈસા પોતાની પાસે રાખે છે. મહારાજશ્રી : પૈસા ન રાખવો જોઈએ! માનો કે કોઈ ધર્મ કાર્યમાં પૈસા આપવાના છે તો પૌષધવ્રતમાં ન આપવા જોઇએ. પૌષધની પહેલાં યા તો પછી આપવા જોઈએ. સભામાંથી મહિલાઓ સંવત્સરી પ્રતિક્રમણમાં કેટલાંક સૂત્રો બોલે છે, એ સમયે પૈસા રાખવા પડે છે. ઉપાશ્રય, ધર્મશાળાનો "ટેક્સ” પણ એ દિવસે આપવો પડે છે. એટલા માટે મહિલાઓને પૌષધવ્રતમાં પણ પૈસા પોતાની પાસે રાખવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004541
Book TitleShravaka Jivan Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy