________________
ભાગ
૧. સમ્યગ્દર્શનનું લક્ષણ તત્ત્વશ્રદ્ધા :
જો માણસ ત્રણ તત્ત્વો પ્રતિ શ્રદ્ધાવાન હોય તો માનવું કે આત્મામાં સમ્યગ્ દર્શન ગુણ પ્રકટેલો છે. એ ત્રણ તત્ત્વો છે : પરમાત્મા, સદ્ગુરુ અને સદ્ધર્મ.
.
૧
૪૯
જેમણે રાગદ્વેષનો સમૂળનાશ કર્યો છે, જે વીતરાગ બન્યા છે અને સર્વજ્ઞ છે એમને જ પરમાત્મા માનતો હોય, એવા વીતરાગ સર્વજ્ઞ પરમાત્માએ બતાવેલા મોક્ષમાર્ગે ચાલતો હોય અને જે વિશુદ્ધ મોક્ષમાર્ગનો ઉપદેશ આપતા હોય એવા સાધુપુરુષોને જ સદ્ગુરુ માનતો હોય, અને વીતરાગ-સર્વજ્ઞ દ્વારા બતાવવામાં આવેલા અહિંસામૂલક ધર્મને જ જે સદ્ધર્મ માનતો હોય તો સમજવાનું કે એની અંદર સમ્યગ્દર્શન-ગુણ પ્રગટ થયો છે. એ જીવાત્મા સમિકતી છે !
આવા શ્રદ્ધાવાન આત્માને જ્યારે જિનોક્ત નવ તત્ત્વોની સમજ અને શ્રદ્ધા ઉત્પન્ન થાય છે, ત્યારે એનો સમ્યગ્દર્શન ગુણ સુદૃઢ થાય છે અને સમુવલ બને છે. આ નવ તત્ત્વો છે - જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ. જેમ જેમ તમે લોકો આ નવ તત્ત્વોનું વિસ્તારથી, ઊંડાણથી અધ્યયન કરતા જશો તેમ તમને સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા પ્રત્યે પ્રીતિભાવ વધતો જશે. જિનશાસન પ્રતિ શ્રદ્ધા અવિચળ બનતી જશે. આ નવ તત્ત્વોની શ્રદ્ધા એ તમારા સમ્યગ્દર્શનનું લક્ષણ છે.
એક વાત યાદ રાખવી, નવ તત્ત્વોનું માત્ર જ્ઞાન હોવું એ સમ્યગ્દર્શન માટે પર્યાપ્ત નથી, જ્ઞાનની સાથે શ્રદ્ધા જોઈએ. શ્રદ્ધાયુક્ત જ્ઞાન એ જ્ઞાન છે, અન્યથા અજ્ઞાન છે.
૨. સમ્યગ્દર્શનથી વિપર્યાસ દૂર થાય છે ઃ
જ્યારે નવ તત્ત્વો ૫૨ જ્ઞાન મૂલક શ્રદ્ધા થાય છે, ત્યારે તત્ત્વવિષયક કોઈ વિપર્યાસ રહેતો નથી. વિપર્યાસ એટલે વિરુદ્ધ જ્ઞાન, ભ્રમાત્મક જ્ઞાન.
અંધારામાં દોરડું જોઈને સાપનું જ્ઞાન થાય છે ને ? નવ તત્ત્વોનો યથાર્થ બૌધ તમામ વિપર્યાસોને દૂર કરી દે છે. વિપરીત જ્ઞાન દૂર થઈ જાય છે.
જેમ કે પરમાત્માને નિગ્રહ-અનુગ્રહ કરનાર માનતો હતો, જ્યારે પરમાત્માને સર્વજ્ઞ-વીતરાગ સ્વરૂપ સમજી લીધા તો નિગ્રહ-અનુગ્રહરૂપ વિપયસિ-જ્ઞાન દૂર થઈ ગયું.
પહેલાં હિંસા અને આરંભ-સમારંભથી ભરપૂર ધર્મને ધર્મ માનતો હતો. સમ્યગ્ દર્શનનો પ્રકાશ પ્રાપ્ત થતાં ધર્મની પૂર્વ ભ્રમણા તૂટી જાય છે અને અહિંસામૂલક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org