________________
ભાગ - ૧
૨૯ લઈને આવ્યો હતો. તેણે કર્ણને કહ્યું: "હે ગુર્જરેશ્વર, દક્ષિણ પ્રદેશમાં ચંદ્રપુર નામે એક નગર છે. ત્યાંનો રાજા છે જયકેશી. જયકેશીની સુંદર રાજકુમારી મીનળદેવીનું આ ચિત્ર છે.” એ ચિત્રકારે કર્ણને આ મીનળદેવીનું ચિત્ર આપ્યું. કર્ણ તો ચિત્ર જોતાં જ મંત્રમુગ્ધ થઈ ગયો. ચિત્રકારે કહ્યું: “મહારાજ, આ રાજકુમારીને કોઈકે આપનું ચિત્ર બતાવ્યું છે. જ્યારથી તેણે આપનું ચિત્ર જોયું છે ત્યારથી તે આપના પ્રેમમાં પડી ગઈ છે. અને તેણે મનથી આપને પતિરૂપે માન્ય કર્યા છે.”
રાજા કર્ણો ચિત્રકારનો ધન-ધાન્યથી સત્કાર કરીને વિદાય કર્યો. કેટલાક દિવસો પછી રાજા જયકેશીનો મંત્રી કર્ણરાજાના દરબારમાં ઉપસ્થિત થયો. તેણે કર્ણરાજાને પ્રણામ કરીને કહ્યું ” હે ગુર્જરેશ્વર, અમે ચંદ્રપુરના રાજા જયકેશીના સેવક છીએ. મહારાજાએ આપને માટે એક ભેટ મોકલી છે, પરંતુ એ ભેટ આપ નિરંતર આપની પાસે જ રાખો અને બીજા કોઈને ન આપો તો જ અમે એ ભેટ આપને આપી શકીએ.”
રાજા કર્ણ વાત સમજી ગયા. તેણે કહ્યું : "આપની ભેટ હું સહર્ષ સ્વીકારું છું. પરંતુ એ પહેલાં આપ મારું આતિથ્ય ગ્રહણ કરો.” રાજાએ મંત્રીમંડળને સુંદર આવાસમાં ઉતાય. રાત્રિના સમયે રાજા કણે મીનળદેવીને જોઈ લીધી. તે મીનળદેવીનું સૌંદર્ય જોઈને મુગ્ધ થઈ ગયો. બીજે દિવસે કદિવે ધામધૂમથી મીનળદેવી સાથે લગ્ન કર્યું. જયકેશીના મંત્રીમંડળે અનેક હાથી, ઘોડા, રત્નો વગેરેની ભેટ ધરી.
રાણી મીનળદેવીએ એક પુત્રને જન્મ આપ્યો કે તેનું નામ સિદ્ધરાજ. આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીનો જન્મ :
કુમારપાળ ચરિત્ર” માં બે ઐતિહાસિક પુરુષ-કુમારપાળ અને સિદ્ધરાજના જન્મવૃત્તાંત બતાવ્યા પછી ત્રીજા મહાપુરુષ હેમચંદ્રસૂરીશ્વરજીના જન્મનો વૃત્તાંત બતાવું છું.
એ સમય હતો બારમી સદીનો મધ્યભાગ. ગુજરાતમાં એ સમયે સાક્ષાતુ ધર્મમૂર્તિ આચાર્યશ્રી દેવચંદ્રસૂરિજી જૈન ધર્મની સુવાસ પ્રસારિત કરતાં હજારો સ્ત્રી પુરુષોને સન્માર્ગ બતાવતા હતા. આચાર્યદિવ એક વખત ધંધુકા નગરમાં પધાર્યા. આચાર્યદિવના દર્શનથી સમગ્ર જૈનસંઘ આનંદવિભોર થઈ ગયો.
ધંધુકામાં "મોઢ" જ્ઞાતિનો "ચાચગ” નામનો એક ધનાઢ્ય શ્રેષ્ઠી રહેતો હતો. તે ધર્મપ્રિય અને બુદ્ધિમાન હતો. તેની પત્નીનું નામ હતું પાહિણીદેવી. પાહિણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org