________________
ભાગ - ૧
૫૯
રાગ કરે, મોહ કરે, તે જીવ એ જીવાત્મા પ્રત્યે રાગ કરે, મોહ રાખે એવો નિયમ નથી. રાગ કરે છે અથવા દ્વેષ પણ કરે છે. મોહ કરે છે અથવા નફરત પણ કરે
છે.
શ્રેણિકને પુત્ર કોણિક પ્રત્યે રાગ હતો, પરંતુ કોશિકને શ્રેણિક પ્રત્યે દ્વેષ હતો, નફરત હતી. હા, શ્રેણિક જાણતા હતા, સમજતા હતા કે "આ રાગદશા સારી નથી....આ પુત્રમોહ સારો નથી.” છતાં પણ તે રાગ કરતા હતા.
કોણિકના મનમાં રાજ્યની લાલસા-રાજા બનવાની લાલસા પ્રબળ થતી ગઈ. તેણે રાજ્યના કેટલાક મંત્રીઓ અને સેનાપતિને પક્ષમાં લઈને વિદ્રોહ કર્યો. રાજા શ્રેણિકને કારાવાસમાં નાખી દીધા અને તે રાજા બની ગયો. પિતાને કારાવાસમાં નાખવા માત્રથી પુત્રને સંતોષ ન થયો, તે રોજ પિતાને ચાબુકથી મારતો હતો. એ સમયે શ્રેણિક પ્રશમભાવમાં રહેતા હતા. તેમના આત્મામાં સમ્યગ્દર્શન-રત્નદીપ ઝળહળી રહ્યો હતો ને ? પુત્રના હાથે માર ખાતી વખતે એ કેવું ચિંતન કરતા હશે કે જેથી એમના મનમાં કોણિક પ્રત્યે રોષ ન થયો, ક્રોધ ન આવ્યો ! જો કે શાસ્ત્રોમાં આવું કોઈ ચિંતન વાંચવામાં આવ્યું નથી, પરંતુ આવું જ કંઈક ચિંતન કર્યું હશે કે, “હે જીવ ! સંસારના સમગ્ર સંબંધો મિથ્યા છે. તું ભૂલી જા કે “આ મારો પુત્ર છે, તું આ પણ અપેક્ષા ન રાખ કે મેં એને કેટલો બધો પ્રેમ આપ્યો......અને એ મારી સાથે આવો શત્રુતાભર્યો વ્યવહાર કરે છે ? એને થોડુંક તો વિચારવું જોઈએ. તું બીજાં પાસે સહાનુભૂતિની અપેક્ષા ન રાખ. તું સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ ધારણ કર. એ વિચાર કે "આ વિશ્વમાં મારો કોઈ શત્રુ નથી.....સર્વ જીવો મારા મિત્રો છે. દુઃખ આપનાર પ્રત્યે પણ દ્વેષ ક૨વાનો નથી. વાસ્તવમાં હે જીવ, તું જ મારો દોસ્ત છે અને તું જ મારો શત્રુ છે.”
"આ શ્રેણિક મને મારતો નથી, મારા શરીરને મારી રહ્યો છે. શરી૨ને મારવા દો. હું શરીર નથી. શરીર નાશવંત છે. હું શાશ્વત છું. મને કોઈ મારી શકતું નથી.”
સભામાંથી : ઘોર દુઃખમાં શું આવું ચિંતન થઈ શકે છે ?
મહારાજશ્રી ઃ થઈ શકે છે. સમ્યગ્દર્શન હોય તો થઈ શકે છે માત્ર નામનું સમ્યગ્દર્શન નહીં, વાસ્તવમાં સમ્યગ્દર્શન ગુણ આત્મામાં પ્રકટ થયો હોય તો આવું ચિંતન થઇ શકે છે. સમકિતવૃષ્ટિ જીવને "ભેદજ્ઞાન” થઇ જાય છે. આત્મા અને શરીરની ભિન્નતાનું જ્ઞાન થઈ જાય છે ત્યારે આવું ચિંતન સહજતાથી થાય છે. સમ્યગ્દર્શનથી ભેદજ્ઞાન :
આત્મામાં સમ્યગ્દર્શન ગુણ પ્રકટ થતાં જડ અને ચેતનનો ભેદ સમજાઈ જાય
• Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org