________________
ભાગ ૧.
૧૨૭
જેનોક્રિટિસની આવી પ્રતિષ્ઠા હતી. એટલા માટે કહું છું કે સત્ય ઉપર વિશ્વાસ
-
કરો.
ઉપસંહાર ઃ
અસત્ય બોલવાના પ્રસંગો તો સંસારમાં આવતા જ રહે છે; અને જે લોકો અજ્ઞાની હોય છે તેઓ અસત્યનો જ પક્ષ લેનારા હોય છે. “સંસારમાં રહીએ છીએ તો અસત્ય બોલવું પડે છે....”વગેરે વાતો કરે છે. પરંતુ સમ્યગ્દષ્ટિ જીવો એવી વાતોથી ભ્રમિત થતા નથી.
* જમીન અંગે કોઈ વાર અસત્ય બોલવાનો પ્રસંગ આવે છે.
* કન્યાના વિષયમાં પણ કોઈ વાર અસત્ય બોલવાનો પ્રસંગ આવે છે. * પશુઓના વિષયમાં પણ કોઈ વાર અસત્ય બોલવાનો પ્રસંગ આવે છે. * ધન-સંપત્તિના વિષયમાં પણ કોઈ વાર અસત્ય બોલવાનો પ્રસંગ આવે છે. * થાપણના વિષયમાં પણ અસત્ય બોલવાનો પ્રસંગ આવે છે.
આ પ્રસંગોમાં જ્યાં લોભ અને લાલચના પ્રસંગોમાં મન અસત્ય બોલવા તત્પર થઈ જાય, ત્યાં મનને સમજાવવું કે : “જો હું અસત્ય બોલીશ, પણ મારા પુણ્ય કર્મનો ઉદય નહીં થયો હોય તો મારું કાર્ય સિદ્ધ નહીં થાય. પુણ્યકર્મના ઉદયથી કાર્ય સિદ્ધ થઈ ગયું, તો તે અલ્પ સમય માટે જ હશે; પરંતુ અસત્ય બોલવાથી જે પાપકર્મ બંધાશે તે જનમોજનમ દુઃખ આપશે. એટલા માટે મારે અસત્ય બોલવું નથી, અને જ્યારે લોકોને ખબર પડી જશે કે “મેં જૂઠું બોલીને કાર્ય કર્યું છે.” ત્યારે મારા પ્રત્યે લોકોની શ્રદ્ધા નહીં રહે. એટલા માટે ભલે મને પૈસાનું નુકસાન થઈ જાય, મારી દીકરીનો સંબંધ થાય કે ન થાય, પશુઓનો સોદો થાય કે ન થાય........મારે અસત્ય બોલવું નથી."
જીવદયા રૂપી લતાને નવપલ્લવિત કરનારી સત્ય રૂપી વર્ષામાં જ સ્નાન કરતા રહો. તમને અપૂર્વ શીતળતા પ્રાપ્ત થશે. બસ, આજ આટલું જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org