________________ ભાગ - 1 207 શસ્ત્રશાળા, નૃત્યશાળા, સંગીતશાળા, વ્યાયામ શાળા.....વગેરે શાળાઓ મહર્ષિને બતાવી દીધી. મહર્ષિએ બધી શાળાઓ જોઈને ખૂબ પ્રશંસા કરી. જતી વખતે તેમણે રાવણને કહ્યું: "હે લંકેશ, મને લાગે છે કે આ તમામ પ્રયોગશાળાઓ શીઘ જ નષ્ટ થઈ જશે.” રાવણ ચમકયો, તેણે કહ્યું: “ભગવંત, એવું કેમ?" મહર્ષિએ જવાબ આપ્યો: "રાજ! તેંઆ બધી શાળાઓની આધારભૂત શાળા બનાવી નથી.” રાવણે પૂછ્યું: ભગવંત, આધારભૂત શાળા કઈ છે ?" મહર્ષિએ કહ્યું "સદાચાર શાળા !" આટલું કહીને મહર્ષિ તો ચાલ્યા ગયા, રાવણ ગંભીર વિચારણામાં ડૂબી ગયો. વર્તમાનની દયનીય સ્થિતિ : આજ પણ દેશ અને દુનિયામાં આ જ સ્થિતિ નજરે પડે છે. કેટલા પ્રકારની શાળાઓ ખૂલી છે ! પ્રયોગશાળા, નૃત્યશાળા, રસાયણશાસ્ત્રની શાળા, ચિકિત્સા શાળા, વિદ્યાશાળા, મહાવિદ્યાલય, સંગીતશાળા.......કેટલા કેટલા પ્રકારની ક્લબો ખૂલી છે? આ બધું હોવા છતાં પણ મનુષ્ય દુઃખી, અશાન્ત અને ત્રસ્ત છે. કારણ કે સદાચાર શાળા નથી ! અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહની શિક્ષા આપનારી શાળાઓ ક્યાં છે? આવી શાળાઓ ન હોવાને કારણે જ આજ ઘોર હિંસા,પશુઓની અને મનુષ્યોની થઈ રહી છે. ડગલે ડગલે માણસ અસત્ય બોલે છે. ચોરી, અનીતિ. બેઈમાની બેહદ વધી રહી છે. “બ્રહ્મચર્ય” શબ્દ તો આજની યુવાન પેઢી ભૂલી જ ગઈ છે. દુરાચાર-વ્યભિચાર વ્યાપક બની ગયા છે. અપરિગ્રહ પ્રત્યે લોકોની શ્રદ્ધા નષ્ટ થઈ ગઈ છે. લોભ અને પરિગ્રહના નાગપાશમાં મનુષ્ય બંધાઈ ગયો છે. પરમાર્થ અને પરોપકારનું શિક્ષણ આપનારી શાળાઓ ક્યાં છે? વિનય અને મયદાઓની શિક્ષા ક્યાં મળે છે? ભક્ષ્ય અને અભક્ષ્ય પેય અને અપેયનો બોધ કરાવનારી શાળાઓ કયાં છે? ઈડા, માછલી અને માંસાહારનો પ્રચાર-પ્રૂસાર કેટલો વધી રહ્યો છે? શરાબ પીનારાઓની સંખ્યા કેટલી વધી ગઈ છે? પાણીની જેમ લોકો શરાબ પીએ છે. આનાથી મનુષ્ય વિનાશ તરફ ધકેલાઈ રહ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org