________________
૧૭૪
શ્રાવક સચિત્ત ભોજનનો ત્યાગી હોવો જોઈએ ઃ
આ ભોગોપભોગ વિરમણ વ્રતનું પાલન કરવા માટે શ્રાવકે પાંચ અતિચારોથી બચવું જોઈએ. આ વ્રતના જે પાંચ અતિચાર બતાવવામાં આવ્યા છે એ અતિચારોનું સ્વરૂપ જોતાં માલુમ પડે છે કે શ્રાવક સચિત્ત (સજીવ) આહારનો ત્યાગી હોવો જોઈએ. ગ્રંથકારને એ જ અભિપ્રેત હોય એમ લાગે છે. બીજી વાતો ગૌણ લાગે
છે.
શ્રાવક જીવન
આ પાંચ અતિચારો “ભોગ વિરમણ” ના જ છે; "ઉપભોગ-વિ૨મણ” ના અતિચારો બતાવ્યા જ નથી. ગ્રંથકારનો અભિપ્રાય આપણે જાણી શકતા નથી. એટલો અભિપ્રાય સ્પષ્ટ છે કે શ્રાવકે સચિત્ત ભોજન ન કરવું જોઈએ ! સચિત્ત ભોજનનો શ્રાવકે ત્યાગ કરવો જ જોઈએ.
સચિત્ત-અચિત્ત ઃ
કદાચ તમે લોકો "ચિત્ત-અચિત્ત" શબ્દોથી અપરિચિત હશો. કેટલાક ભક્ત લોકો જાણતા હશે. મોટે ભાગે અનાજ, કઠોળ, શાક અને ફળો સજીવ એટલે કે ચિત્ત હોય છે, બધાં અનાજ અને ફઠોળ રાંધ્યા વગરનાં સચિત્ત કહેવાય છે. જ્યારે રાંધ્યા પછી "અચિત્ત” થઈ જાય છે. શ્રાવક રાંધેલા અનાજ અને કઠોળનું ભોજન કરે છે.
શાકભાજી પણ ચિત્ત હોય છે. તેને રાંધવાથી અચિત્ત બની જાય છે. કાચાં શાક-ભાજી ન ખાવાં જોઈએ.
આમ તો પપૈયું, ચીકું, કેરી વગેરે ફળો પણ સચિત્ત હોય છે. પરંતુ ફળોની છાલ ઉતારીને તેમને કાપીને, બીજ કાઢી નાખીને ૪૮ મિનિટ રાખી મૂકવામાં આવે તો તે પછી અચિત્ત બની જાય છે. માત્ર "કેળું" જ એક એવું ફળ છે કે જેની છાલ ઉતારી નાખતાંની સાથે જ એ અચિત્ત થઈ જાય છે. એને ૪૮ મનિટ રાખી મૂકવાની જરૂર નથી.
ફળોનો રસ (જ્યૂસ) પણ ૪૮ મિનિટ પછી અચિત્ત થઈ જાય છે. સભામાંથી : ૪૮ મિનિટ પછી રસનો સ્વાદ બગડી જતો હશે ને ?
મહારાજશ્રી : નથી બગડતો સારા પાત્રમાં રાખવાથી સ્વાદ બગડતો નથી. બીજી વાત એ છે કે શ્રાવક "રસાસ્વાદ” ને મહત્ત્વ આપતો નથી. શ્રાવકની દૃષ્ટિ જીવદયા ઉપર હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org