________________
(પ્રવચન : ૧૯)
પરમ ઉપકારી પરમ કૃપાનિધિ મહાન વ્યુતધર આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી સ્વરચિત "ધર્મબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં ગૃહસ્થ-જીવનનો વિશેષ ધર્મ બતાવે
પાંચ અણુવ્રતો અને ત્રણ ગુણવ્રતો નિર્દેશ્યા પછી ચાર શિક્ષાવ્રત બતાવે છે. ચાર શિક્ષાવ્રતોમાં પ્રથમ શિક્ષાવત છે “સામાયિક”નું. શાન્તિ, સમતા, અને ચિત્ત સ્વાચ્ય પામવા માટેનો અમોઘ ઉપાય છે "સામાયિક.” અશાંતિ, કુલેષ, સંતાપ અને ગૂંચવણ ભરી દુનિયામાં બે ઘડી વિશ્રામ પામવાનો સમય છે સામાયિક ! એટલા માટે સામાયિક તો હરેક શાતિપ્રિય વ્યક્તિએ કરવું જ જોઈએ. ભલે બીજાં વ્રત લે, ન લે પણ સામાયિક વ્રત તો જીવનમાં અતિ આવશ્યક છે. મન, વચન, કાયાનું શૈર્ય અને શૈર્ય પામવાનો બીજો કોઈ ઉપાય છે જ નહીં. સુખ જોઈએ કે શાન્તિ?
પરંતુ મારો પ્રથમ પ્રશ્ન એ છે કે તમારે ભૌતિક સુખ જોઈએ કે મનની શાન્તિઃ જો તમારું ધ્યેય વધારેમાં વધારે ભૌતિક સુખ પામવાનું હશે, શાન્તિથી કોઈ મતલબ નહીં હોય તો “સામાયિક” ની વાત તમને રુચશે નહીં. કારણ કે સામાયિકનો સંબંધ શાન્તિ અને સમતાની સાથે છે, ભૌતિક-વૈષયિક સુખો સાથે નહીં.
ભૌતિક-વૈષયિક સુખ પામવા માટે લોકો રાત-દિવસ દોડધામ કરે છે, તે લોકો અશાંત છે....બેચેન છે....ચિંતાગ્રસ્ત છે, કષાયપરવશ છે, પછી ભલેને તેઓ મંદિરોમાં જતા હોય. લાખો રૂપિયાનાં દાન આપતા હોય. ભલે માસ-બે માસના ઉપવાસ કરતા હોય યા વર્ષમાં તીર્થધામોની પ-૧૦ યાત્રાઓ કરતા હોય. જો તેમનું લક્ષ્ય ધન-દોલત અને વૈષયિક સુખ પામવાનું હોય તો તેઓ અશાંત જ રહેશે. તીર્થધામોમાં પણ તેમને શાન્તિ નહીં મળે. તેઓ શાન્તિ ઈચ્છતા જ નથી, તો પછી મળવાનો સવાલ જ ક્યાં રહે છે? હા, ફરિયાદ કરતા રહે છે, કે અમને શાંતિ ન મળી... અમે માળા ફેરવીએ છીએ, મંદિરમાં જઈને છીએ....તીર્થયાત્રાઓ કરીએ છીએ, પણ અમને શાન્તિ નથી મળી.
શાન્તિ કેવી રીતે મળે? વૈષયિક સુખની ભરપૂર સ્પૃહા હૃદયમાં ભરીને એ સુખ પામવાના જ પ્રયાસો કરનારાઓને શાન્તિ નહીં મળે. કારણ કે વૈષયિક સુખોની સ્પૃહાની સાથે કષાયોની પ્રબળતા વધતી જાય છે. ક્રોધ, માન, માયા અને લોભની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org