________________
૧૪૦
અશાંતિ, કલેશ અને કંકાશ ઊભા કરે છે.
ભૂલવું નહીં કે સેક્સ જ જીવનમાં સર્વસ્વ નથી. પતિ પત્નીના જીવનમાં સેક્સ જ સર્વસ્વ નથી, પણ પરસ્પર વિશ્વાસ, પ્રશંસા અને સહાનુભૂતિ - આ ત્રણ બાબતો હોવી આવશ્યક છે. પુરુષ અને સ્ત્રીએ જો વિશ્વાસ સંપાદિત કરવો હોય, પ્રશંસા સાંભળવી દો.. અને સહાનુભૂતિ પ્રાપ્ત કરવી હોય તો તેણે પોતાની જાત ઉપર સંયમ રાખવો જ પડશે. ઈન્દ્રિય ઉપર સંયમ, મન ઉપર સંયમ, અને આત્મા ઉ૫૨ સંયમ–આ ત્રણે પ્રકારના સંયમો જોઈએ.
શ્રાવક જીવન
પરદારાગમન કરનાર પુરુષમાં તેની પત્નીનો વિશ્વાસ રહેશે ? પત્ની જ્યારે જાણે કે તેનો પતિ વ્યભિચારી છે તો તે પતિની પ્રશંસા કરશે કે ગાળો બોલશે? દુઃખ અને આપત્તિના સમયમાં પતિને શું પત્નીની સહાનુભૂતિ મળશે ? પરસ્ત્રીગામી પુરુષ અવિશ્વસનીય, નિંદાપાત્ર અને તિરસ્કૃત બને છે.
સભામાંથી : પરંતુ તે શ્રીમંત હોય છે તો તેની જાહેરમાં પ્રશંસા થાય છે. !
મહારાજશ્રી : તે દાન આપે છે, યા પરોપકારી કાર્યો કરે છે તો તેની પ્રશંસા થાય છે. તેનાં જે સત્કાર્યો હોય છે તેની પ્રશંસા થાય છે, પણ ચારિત્રની દૃષ્ટિએ તે નિંદાપાત્ર જ બને છે, અને લોકો તેની નિંદા કરે જ છે. અરે, તેની પત્ની તો નિંદા કરશે જ. દુનિયા પ્રશંસા કરે એથી શું ? જીવન-સાથી તરફથી પ્રશંસા પ્રાપ્ત થવી જોઈએ ને ? ઘરમાં આદર મળતો નથી. પ્રેમ અને પ્રશંસા પ્રાપ્ત થતાં નથી, સ્નેહ-સહાનુભૂતિ મળતાં નથી, તો પછી ઘર વસાવવાનો શો અર્થ ? પરસ્ત્રીગામીના ખરાબ હાલ થાય છે
જે પુરુષ રાગાંધ બની પરસ્ત્રીમાં આસક્ત થાય છે, તેના ખરાબ હાલ થાય છે. તે સ્ત્રીનો પતિ કદાચ શક્તિશાળી હશે તો તેની પત્નીને તો મારશે જ, પરંતુ સાથે સાથે પ્રેમીને પણ યમસદન પહોંચાડશે. છાપાંઓમાં આવા કિસ્સાઓ વાંચો છો ને ?
બીજી વાત, જે સ્ત્રી પોતાના પતિને બેવફા બને છે તે સ્ત્રી તેના પ્રેમીને દગો નહીં દે ? એવી પણ સ્ત્રીઓ હોય છે કે જેઓ શ્રીમંત પુરુષોને પોતાના મોહપાશમાં ફસાવે છે, અને પાછળથી તેમની પાસેથી પૈસા પડાવે છે ! બ્લેક મેઇલીંગ કરે છે! આ રીતે કેટલાય શ્રીમંતો બરબાદ થઈ ગયા પરસ્ત્રીના ફંદામાં પડીને ! એટલા માટે જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે પરસ્ત્રીનો સંપર્ક ન કરો. પોતાની જ પત્નીમાં સંતોષ રાખો. પરસ્ત્રીને માતા યા બહેનના સ્વરૂપે જુઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org