________________
ભાગ ૧
૧૩૯
પ્રિય શબ્દ ઇચ્છે છે. આંખો સુંદર રૂપ ઇચ્છે છે, નાક સુગંધ ઇચ્છે છે, જીભ પ્રિય રસ ચાખે છે. એ રીતે સ્પર્શેન્દ્રિય પ્રિય-ઇષ્ટ, મનોજ્ઞ સ્પર્શ ઇચ્છે છે.
પુરુષને સ્ત્રીનો સ્પર્શ પ્રિય હોય છે અને સ્ત્રીને પુરુષનો. એમ તો જડ પદાર્થોનો સ્પર્શ પણ પ્રિય હોય છે, પરંતુ સ્ત્રી-પુરુષનો પરસ્પરનો સ્પર્શ સૌથી વધારે પ્રિય હોય છે - પ્રિયત૨ - પ્રિયતમ હોય છે. આ સ્પર્શમાં સંયમ હોતો જરૂરી છે.
યાદ રાખો કે જેટલું પ્રિય હોય છે તે બધાને સ્પર્શ કરી શકાતો નથી. તમામ મનપસંદ વસ્તુઓને સ્પર્શ કરવાની ચેષ્ટા કરીએ તો શું પરિણામ આવે તે જાણો છો ?
સભામાંથી : માર પડે, હત્યા પણ થઈ જાય !
મહારાજશ્રી ઃ ઝવેરીના "શૉ-રૂમમાં” સુંદર અલંકારો રાખવામાં આવે છે. રોડ ઉપરથી પસાર થનારાઓને એ અલંકારો સારા લાગે છે, પ્રિય લાગે છે; પરંતુ હાથમાં લઈને સ્પર્શ કરી શકાય છે ? ના ! સ્પર્શ કરવાની ચેષ્ટા કરીએ તો ? ચોકીદાર રોકે છે ને ? એમ તો રસ્તા ઉપરથી અનેક સુંદર સ્ત્રીપુરુષો પસાર થતાં હોય છે. તેઓ પ્રિય પણ લાગતાં હોય છે, પરંતુ એમને સ્પર્શ કરી શકાય છે ? સ્પર્શ કરવાની ચેષ્ટા કરીએ તો ? ખાસડાં પડે ને ? એ રીતે કોઈ બેંકમાં તમે ગયા, ત્યાં કેશિયરના ટેબલ ઉ૫૨ દશ-દશ હજારનાં બંડલો પડ્યાં છે; તમને પસંદ પડી ગયાં; તો શું તમે એ રૂપિયાનાં બંડલોને સ્પર્શ કરવા જશો ? ના જ ને ? અને જો સ્પર્શવા આગળ વધ્યા તો ?
સભામાંથી : રાઈફલધારી ચોકીદાર ગળું પકડીને બહાર ફેંકી દે !
મહારાજશ્રી ઃ એનો અર્થ એટલો જ થાય કે જે પ્રિય છે તે તમામને સ્પર્શ કરી શકાતો નથી ! જે આપણું હોય, જેના ઉપર આપણો અધિકાર હોય, તેને સ્પર્શ કરી શકીએ છીએ. જે વસ્તુ ઉપર, જે વ્યક્તિ ઉપર આપણો અધિકાર ન હોય એને સ્પર્શ કરવાથી અનેક અનર્થો ઊભા થઈ શકે છે. પોતાની સ્ત્રીમાં જ સંતોષ રાખવો જોઈએ ઃ
થાય છે.
પ્રત્યેક પુરુષમાં પ્રાયઃ સ્ત્રી પ્રત્યે આકર્ષણ હોય છે. પરંતુ જે સ્ત્રી સાથે લગ્ન કર્યાં હોય એને જ સ્પર્શ કરવાનો એને અધિકાર છે, બીજી સ્ત્રીઓને સ્પર્શ કરવાનો અધિકાર નથી. પુરુષની જાતીયવૃત્તિ સ્વદારા-સ્વપત્નીમાં જ સંતુષ્ટ રહેવી જોઈએ ! જે પુરુષો આ પ્રકારની મર્યાદાઓનું પાલન કરતા નથી અને પરસ્ત્રી સાથે સંભોગ કરે છે તે ભલે ક્ષણિક સુખ પામતા હોય, પરંતુ તેઓ પોતાના પારિવારિક જીવનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org