________________
૪૩
ધર્માચાર્યો પણ રાજાઓ સાથે સબંધ રાખતા હતા. જ્યારે રાજા રાજપરિવાર અને રાજનીતિજ્ઞો સાથે સંપર્ક રાખવો અનિવાર્ય હોય ત્યારે રાજનીતિનું અધ્યયન ખૂબ જરૂરી છે.
ભાગ ૧
-
શ્રી હેમચંદ્રસૂરીશ્વરનો પ્રથમ પરિચય રાજા સિદ્ધરાજ જયસિંહની સાથે હતો અને પાછળથી રાજા કુમારપાળની સાથે થયો. બંને રાજાઓના માધ્યમથી તેમણે ધર્મરક્ષા તો કરી જ હતી, પણ ધર્મનો પ્રચાર પણ એટલો જ અદ્ભુત કર્યો હતો. આ ચરિત્રગ્રંથને આધારે એ આગળ બતાવીશ.
રાજાઓની આસપાસ કૂટનીતિ.....છલકપટ....વગેરે તો ચાલતું જ રહે છે. એમાં જો મનુષ્યને રાજનીતિનું જ્ઞાન ન હોય તો માણસ ખરાબ મોતે માર્યો જતો હતો, રાજાના કોપનું પાત્ર બની જતો હતો.
જિન શાસનની પરંપરામાં રાજાઓને ધર્મસન્મુખ કરીને, તેમના દ્વારા પ્રજામાં ધર્મ પ્રચાર કરવાની પદ્ધતિ હજારો વર્ષોથી ચાલી આવતી હતી. અનેક મહાન આચાર્યોએ રાજાઓને પ્રતિબદ્ધ કરીને ધર્મપ્રચાર કર્યો હતો, પરંતુ હેમચંદ્રાચાર્યે કુમારપાળ રાજાને પ્રતિબુદ્ધ કરીને દેશમાં જે અહિંસાનો પ્રચાર કર્યો હતો તે અદ્ભુત હતો, અદ્વિતીય હતો.
અલબત્ત, શ્રી હેમચંદ્રસૂરિજીએ માત્ર રાજનીતિના જ્ઞાનથી જ આ કામ કર્યું ન હતું. પણ એમની પાસે દૈવી શક્તિઓ પણ હતી અને અદ્ભુત વચન શક્તિ પણ હતી. બધું એકત્ર થતાં જે એમની દિવ્ય પ્રતિભા પ્રકટી હતી, તે પ્રતિભા દ્વારા તેમણે ધર્મશાસનની ઉન્નતિ કરી હતી. ધર્મશાસનની ઉન્નતિની વાતો આગળ જણાવીશ. પ્રસ્તુતમાં તો "ધર્મબિંદુ”ના ગ્રંથકાર મહર્ષિ ધર્મગ્રહણ એવં ધર્મપ્રદાનની જે વાત બતાવી રહ્યા છે તે વાતનો ઉપસંહાર કરીને આજનું પ્રવચન પૂર્ણ કરીશ.
જે મનુષ્ય સદ્ગુરુ પાસેથી શ્રાવકજીવનના વ્રતોનું સ્વરૂપ સાંભળ્યું છે, સમજી લીધું છે અને વ્રત ગ્રહણ કરવાનો વિચાર-નિર્ણય સમજીને કર્યો છે, એવી વ્યક્તિએ જિનવચન અનુસાર વિધિપૂર્વક સદ્ગુરુ પાસેથી વ્રત ગ્રહણ કરવાં જોઈએ.
એવું ન વિચારવું જોઈએ કે "ધર્મ તો વિશુદ્ધ ચિત્તમાં જ ઉત્પન્ન થાય છે. આપણું મન નિર્મળ છે તો પછી ગુરુ પાસે જઈને વ્રત સ્વીકાર કરવાની શી જરૂર છે ? વિધિ-વિધાનની શી આવશ્યક્તા છે ?”
આ બધી બાબતોની જરૂર છે. આ સર્વથી વિમલ ભાવોની પ્રાપ્તિ થાય છે. ચિત્તમાં વિમળ ભાવોની ભરતી આવે છે, અને આ જ તો છે સર્વોત્તમ ઉપલબ્ધિ. શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org