________________
૪૨
શ્રાવક જીવન
પ્રત્યેક રાજા કોઈને કોઈ ધર્મનું પાલન તો કરતો જ હતો. રાજા જે ધર્મનું પાલન કરતો હતો એ ધર્મના વિદ્વાનો તથા વિદ્વાન સાધુ-સંન્યાસીઓને રાજા પોતાની રાજસભામાં સ્થાન આપતો હતો અને અન્ય ધર્મના વિદ્વાનોની સાથે તેમના વાદવિવાદનું આયોજન કરતો હતો:
વર્તમાન સમયમાં તો ન રહ્યા રાજાઓ, ન રહ્યા વાદ-વિવાદ ! આજ તો ભારત ધર્મ નિરપેક્ષ રાજ્ય છે. સર્વ ધર્મોનું સમાન સ્થાન છે આ દેશમાં. છતાં પણ દર્શનોનું અધ્યયન આજે પણ કરવામાં આવે છે. એનાથી બુદ્ધિ અને જ્ઞાન, બંનેનો વિકાસ થાય છે. દાર્શનિક જ્ઞાનના મતભેદો દ્વારા ઘણી બધી વાતો શીખવા મળે છે.
શ્રી સોમચંદ્ર મુનિએ ઇતિહાસનું જ્ઞાન દેવી સરસ્વતીની કૃપાથી પ્રાપ્ત કરી લીધું હતું. "ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર” એ વાતનું સાક્ષી છે. ઇતિહાસ પ્રામાણિક હોવો જોઈએ. આજ કાલ એટલે કે બસો વર્ષથી આપણા દેશની શાળાઓમાં ભણાવવામાં આવે છે તે ઇતિહાસ અંગ્રેજો દ્વારા લખવામાં આવ્યો છે. તેમાં નથી ધર્મનો ઇતિહાસ, નથી જાતિનો ઇતિહાસ, નથી સંસ્કૃતિનો ઇતિહાસ કે નથી સાહિત્યકલાનો ઇતિહાસ ! એમાં છે હિન્દુઓના પરાજયનો ઇતિહાસ, મોગલોના વિજયનો ઇતિહાસ, અંગ્રેજોની બહાદુરીનો ઇતિહાસ. !
ઇતિહાસનું અધ્યયન કરવું હોય તો "ત્રિષષ્ટીશલાકા પુરુષ ચરિત્ર" નું અધ્યયન કરવું જોઈએ. મૂળ ગ્રંથ સંસ્કૃત ભાષામાં લખવામાં આવ્યો છે. ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ભાષામાં તેના અનુવાદો થયા છે. જો કે વિશ્વની અન્ય ભાષાઓમાં પણ તેનો અનુવાદ થવો જરૂરી છે.
ઠીક છે, આ કામ તો થતું રહેશે. પરંતુ તમે લોકો એ ગ્રંથ ક્યારે વાંચશો ? અતિ રસપૂર્ણ છે આ ગ્રંથ. ફાલતું પુસ્તકો વાંચવા કરતાં આવો ગ્રંથ વાંચો તો તમારું જ્ઞાન વધશે અને મગજ પણ સુધરશે.
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ (સોમચંદ્ર મુનિ) આ ગ્રંથની રચના કરીને વાસ્તવમાં અદ્ભુત કાર્ય કર્યું છે.
રાજનીતિનું જ્ઞાન મહાપુરુષોને હોવું જોઈએ ઃ
શ્રી સોમચંદ્ર મુનિએ રાજનીતિનું પણ ગહન અધ્યયન કર્યું હતું. જો કે તે રાજાશાહીનો જમાનો હતો. ધર્મ રાજ્યાશ્રિત હતા, એટલા માટે જવાબદાર જૈનાચાર્યોએ રાજાઓની સાથે, રાજનીતિજ્ઞો સાથે સંબંધો ટકાવવા પડતા હતા. એના બે હેતુઓ હતા. ધર્મરક્ષા અને ધર્મ પ્રચાર. માત્ર જૈનાચાર્યો જ નહીં, અન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org