________________
ભાગ ૧
૫૫
સ્થિતિ મિથ્યાત્વી જીવ જ બાંધે છે, સમ્યગ્દર્શન-ગુણ પ્રકટ થતાં જીવ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી શકતો નથી. ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવા માટે અનંતાનુબંધી કષાયો જોઈએ; જો કે સમ્યગ્દર્શન થતાં આ કષાયો હોતા નથી. એટલા માટે સમકિત દૃષ્ટિ જીવ અન્તઃ કોડાકોડી સાગરોપમની જ સ્થિતિ બાંધી શકે છે. એટલે કે એક કોડાકોડી સાગરોપમ પણ પૂરી નહીં..... થોડીક ઓછી !
સભામાંથી : "સાગરોપમ” નો અર્થ શું ?
મહારાજશ્રી કાળનું એક વિરાટ માપ છે. જેમ સો હજાર વર્ષ, લાખ વર્ષ....ક્રોડ વર્ષ બોલીએ છીએ, એવી રીતે પલ્યોપમ વર્ષ, સાગરોપમ વર્ષ બોલાય છે. પલ્યોપમ અને સાગરોપમ તમે ત્યારે જ સમજી શકશો કે જો તમારો ગણિતનો વિષય સારો હોય. જેનું ગણિત સારું હોય તેણે આ માપ સમજવું જોઈએ.
સમ્યગ્દર્શનનો આ એક વિશિષ્ટ પ્રભાવ છે. અશુભ ભાવોનું સંયમન કરે છે, શુભ ભાવોને જાગ્રત કરે છે.
૭. સમ્યગ્દર્શન શુભ આત્મપરિણામ રૂપ છે
સમ્યગ્દર્શન-ગુણ આત્માનો જ શુભ પરિણામ છે. પરિણામ એટલે અધ્યવસાય-પરિણામ એટલે ભાવ-આત્માનો જ શુભ ભાવ છે. સમ્યગ્દર્શન કર્મોદયજન્ય નથી. તે આત્મામાંથી પ્રગટ થાય છે. સમ્યગ્દર્શનનો આ શુભ ભાવ ત્રણ પ્રકારનો હોય છે.
♦ ઔપશમિક સમ્યગ્દર્શન ક્ષાયોપમિક સમ્યગ્દર્શન ક્ષાયિક સમ્યગ્દર્શન
♦ ઔપશમિક સમ્યગદર્શન
સમગ્ર ભવચક્રમાં જીવને સર્વપ્રથમ જે સમ્યગ્દર્શન પ્રકટ થાય છે તે “ઔપશમિક” હોય છે. મિથ્યાત્વ નષ્ટ થતું નથી તો અનંતાનુબંધી કષાયો નષ્ટ નથી થતા. શાન્ત-ઉપશાન્ત થઈ જાય છે. જેટલા સમય (એક અન્તર્મુહૂત) સુધી આ બે ઉપશાંત રહે છે એટલા સમય સુધી સમ્યગ્દર્શન રહે છે, એને ઔપમિક સમ્યગ્દર્શન કહે છે. એક અન્તર્મુહૂર્ત પછી ફરીથી મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય ઉદયમાં (સક્રિય) આવી જાય છે – સમ્યગ્દર્શન ચાલ્યું જાય છે.
ક્ષાયોપામિક સમ્યગ્દર્શન
મિથ્યાત્વના કેટલાક અંશોનો ક્ષય (નાશ) થાય છે અને કેટલાક અંશોનો ઉપશમ થાય છે, ત્યારે, જે સમ્યગ્દર્શન પ્રકટ થાય છે તેને ક્ષાયોપમિક સમ્યગ્દર્શન કહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org