SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ ભાગ - ૧ સિવાય પંખાનો ઉપયોગ ન કરવો જોઈએ. વનસ્પતિનો ઉપયોગ તો ઘણો જ વધી ગયો છે. જો કે પાંચે સ્થાવર જીવોમાં વધારે સંવેદનશીલ હોય છે વનસ્પતિના જીવ. દરરોજ કેટલી ભાજી-શાક ખાઓ છો ? સવારના નાસ્તામાં શાકભાજી જોઈએ ! એક બે ફળ પણ જોઈએ, સાંજના ભોજનમાં પણ બે-ત્રણ શાક-ભાજી જોઈએ અને રાતમાં પણ ભાજીપાઉં જોઈએ !! યાદ જ રહેતું નથી કે "વનસ્પતિમાં જીવત્વ છે." શ્રીમંત લોકો પોતાના બગીચામાં લોન ઉગાડે છે. લોનમાં અસંખ્ય જીવ હોય છે. એ જાણો છો, છતાં લોન ઉપર ચાલવું, રમવું, દોડવું....લોનને કોઈવાર કાપવી...... આ બધું ચાલે છે ને ? કેમ ? લોન ઉગાડવી આવશ્યક છે ? વ્યર્થ જીવ હિંસા શા માટે કરો છો? બિચારા સ્થાવર જીવ પોતાની રક્ષા કરી શકતા નથી તેથી શું તેમની હિંસા કરવાની ? યાદ રાખો કે તમે પણ અસુરક્ષિત થઈ જશો અને મહાકાલ ભક્ષ્ય બનાવી દેશે. ઘોર હિંસક વ્યવસાય ન કરવો જોઈએ ? પૈસાના લોભમાં ફસાઈને તમે લોકો પણ એવા વ્યવસાય કરો છો કે જે ઉદ્યોગોમાં ત્રસ – સ્થાવર જીવોની ઘોર હિંસા થાય છે. કેટલાય પ્રકારનાં કારખાનાં ચાલે છે તમારાં, જો તમારે પ્રથમ અણુવ્રતનું પાલન કરવું હોય તો તમારે એવા ઉદ્યોગો ન કરવા જોઈએ. અને જો હોય તો છોડી દેવા જોઈએ. તપાલન રૂપ ધર્મધન કમાવાનું છે તો ભૌતિક સંપત્તિનો મોહ છોડવો જ પડશે. સભામાંથી - કારખાનામાં હિંસા થાય છે, પરંતુ અમે લોકો તો હિંસા નથી કરતા. મહારાજશ્રી - તમે જાતે નહીં કરતા હો પરંતુ કરાવો તો છો ને ? એક વ્યક્તિ જાતે કોઈનું ખૂન નથી કરતી, બીજા પાસે કરાવે છે તો તે નિર્દોષ માનવામાં આવે છે? હિંસા કરનાર જેવો અપરાધી છે તેવો અપરાધી હિંસા કરાવનારો પણ છે. વ્રતધારીને તો હિંસા કરાવવાના પણ પચખાણ હોય છે. એટલા માટે એવા ઉદ્યોગો ભ ચલાવવા જોઈએ. નિરપરાધીની હિંસા ન કરોઃ તમારું પ્રથમ અણુવ્રત છે નિરપરાધી ત્રસ જીવોની હિંસા ન કરવાનું. જેણે તમારું કોઈ નુકસાન કર્યું નથી. કોઈ પણ પ્રકારનો અપરાધ કર્યો નથી તેને ન મારવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004541
Book TitleShravaka Jivan Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy